AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે જિલ્લા કક્ષાના ‘સ્કિલ કોમ્પિટિશન કૌશલ્ય ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ડાંગ અને સમગ્ર શિક્ષા ડાંગના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લા કક્ષાનો વર્ષ ૨૦૨૪- ૨૫ નો ‘સ્કિલ કોમ્પિટિશન કૌશલ્ય ઉત્સવ’ સરકારી માધ્યિક શાળા આહવા ખાતે યોજવામાં આવ્યો હતો.
જિલ્લા કક્ષાના આ ઉત્સવમાં કુલ ૨૮ શાળાઓના ૩૯ અલગ અલગ ટ્રેડ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજુ કરી હતી. જેમાં શાળાઓના એક વોકેશનલ ટ્રેનર અને ચાર બાળકો સાથે કુલ ૧૫૦ વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજુ કરી હતી.

શાળાના બાળકો શિક્ષણ સાથે વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવે તે માટે સરકાર દ્વારા આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ ડાંગ જિલ્લાની શાળાઓમાં પણ ઇલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર, હોટેલ એન્ડ ટુરિઝમ, ઓર્ગેનિક ફાર્મિંગ, બ્યુટી એન્ડવેલનેસ જેવા અલગ અલગ કોર્સ ચાલે છે.

આહવા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની માધ્યમિક શાળાઓમાં ઇનોવેશન કામગીરી પર દેખરેખ રાખનાર શ્રી અંકિતભાઈ ઠાકોર, ડાંગ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનીલ પાટીલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશભાઈ ત્રિવેદી, સરકારી માધ્યમિક શાળાના આચાર્યા શ્રી અમરસિંહ ગાંગોર્ડા સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!