DHROLGUJARATJAMJODHPURJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVAD

સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર અંગે જન જવાબદારી

*વિશ્વ સ્તરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર (જામનગર ના ફ્લાયઓવર બ્રિજ અને સર્વિસ રોડ) નો ઉપયોગ ટ્રાફિક તથા સ્વચ્છતાની પૂર્ણ સમજ દાખવી કરવા શ્વાસ ઈન્ડિયા દ્વારા જાહેર અપીલ*

*બ્રિજ ઉપર વાહન ન થોભવું*
*બ્રિજ નીચે ના માર્ગ (ડામર રોડ) ઉપર વાહન પાર્ક ન કરવું*
*ક્રોસિંગ પહેલા ના ગાળા જ્યાં ડામરના માર્ગ છે ત્યાં પાર્કિંગ ન કરવું*
*ગંદગી ના કરવી તથા રોન્ગ સાઈડ માં વાહન ચાલવું નહિ*

જામનગર શહેર આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે, સાથે સાથે સમજશક્તિ ને પણ આધુનિક બનાવવી સૂચિત. સૌરાષ્ટ્ર નો સહુથી મોટો ફ્લાયઓવર બ્રિજ બન્યો, જ્યાં લોકો એ સહેલાણી નું સ્પોટ હોય તેમ વાહન થોભાવી ટ્રાફિક જામ કરેલ. ફ્લાયઓવર નીચે ડામર થી બનાવેલ યુ ટુર્ન મારવા ના માર્ગ માં પાર્કિંગ કરેલ, જ્યાં ત્યાં થૂંકી ને દીવાલો ગંદી કરવાનું શરુ કરી દીધેલ, બ્રિજ નીચે ડામર ના માર્ગ ઉપર પીડા પટ્ટા વચ્ચે વાહન પાર્ક કરવા શરુ કર્યા. આવી સ્થિતિ ટાળીએ. એક હોય છે સુવિધા મેળવી, બીજું હોય છે તેનું જતન કરવું. વિશ્વ સ્તરનો ફ્લાય ઓવર બની ગયો, ત્યાં દરેક નાગરિક ની ફરજ બને કે – ફ્લાયઓવર ઉપર વાહન ન થોભવું, અંબર ચોકડી, ગુરુદ્વારા ચોકડી નીચે યુ ટર્ન મારવા બનેલ ડામર રોડ પાર્કિંગ માટે નથી, ત્યાં વાહન પાર્ક ના કરવું જોઈએ. બ્રિજ નીચે પાર્કિંગ માટે પુસ્કળ જગ્યા ની જોગવાઈ કરેલ છે, પણ ડામર રોડ ઉપર વાહનો પાર્ક ન કરવા જોઈએ ખાસ કરી અંબર ચોકડી અને ગુરુદ્વાર ચોકડી પાસે બનેલ યુ ટુર્ન પેસેજ પર, નીચે સર્વિસ રોડ છે, ત્યાં ડામર ના રોડ ઉપર વાહનો પાર્ક કરવા ના નથી હોતા., રોંગ સાઇડ માં ન આવો, પાન ખાઇ બ્રિજ ઉપર થૂંકી શહેર નો, ફ્લાયઓવર બ્રિજ નો દેખાવ ન બગાડો, સ્વછતા જાળવો. આધુનિક સહુલિયતની સાથે તેના જતન / ટ્રાફિકના નિયમો પાડવા મુદ્દે સમજ જરૂરી બની છે. પણ પોલીસ ચલણ કાપે, વાહન ઉપાડી જાય પછી છોડવા ૨, ૫ લોકોને ફોન કરશું, તેના કરતા ટ્રાફિક ના નિયમો નું પાલન શુકામ ના કરીયે ? ટ્રાફિક પોલીસની બીકે નહીં, સ્વયં સમજ શક્તિ થી સુવિધા નો ઉપયોગ કરવો જોઈએ. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થયું છે, તેના જતન માટે પણ તત્પરતા દરેક નાગરિક ની પ્રાથમિકતા હોવવી જોઈએ. એક વ્યક્તિ પોતાની સગવડતા માટે નિયમ ભંગ કરે, સમગ્ર લેન તેના કારણે પ્રભાવિત થાય છે. પોલીસ દંડ કરે ત્યારે જ સમજવા કરતા સ્વયં જ આ વિશ્વસ્તરની ભેટનું જતન આપણે પોતે જાતે કરીયે. આ તબક્કે જામનગર ટ્રાફિક શાખા શ્રેષ્ટ કામ કરી રહી છે, શાખા વિનંતી કોઈ વાહન બ્રિજ ઉપર ઊભું ન રહે, જો કોઈ વાહન થોબનાવી ટ્રાફિક જામ કરે ઉભુ રાખે તો વિડિઓ ફોટો માધ્યમ થી ટ્રાફિક શાખા ને જાણ કરે, તો તે વાહન ઉપર કડક પગલા લઈ શકાય, સર્વિસ રોડ અર્થાત્ બ્રિજ ની નીચે (નાગનાથ ગેટ થી સાત રસ્તા સુધી ડામર રોડ ઉપર કોઈ વાહન પાર્ક થાય, યુ ટર્ન વાડી જગ્યાએ, કે સમગ્ર માર્ગ ઉપર, તો તરત ટોઈંગ ની કાર્યવાહી કરી માર્ગ ને ખુલ્લો રાખવા ટ્રાફિક જામ ફ્રી રાખવા સત્તત કડક પેટ્રોલિંગ, અને ટોઈંગ વેન ફરતી રાખવા વિનંતી છે. જામનગર ટ્રાફિક શાખા સત્તત શહેર ને ટ્રાફિક જામ ફ્રી રાખવા કટીબધ્ધ રહે છે. શહેર ના મ્યુનિસિપલ કમિશનર સાહેબ એ પણ અખબારીઓ ચેનલ તથા સોસીયલ મીડિયા ના માધ્યમ થકી વિનંતી કરી છે આ માર્ગ જાહેર જનતાના હિત માટે છે, અને કોઈ ને અગવડતા ન પડે, કોઈ ને માટે ટ્રાફિક અડચણરૂપ ન બને તેવી રીતે સુવિધા નો સાર્વજનિક ઉપયોગ કરવો. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું છે, જતન કરીએ, તેની ગાઇડ લાઇન મુજબ બ્રિજ ઉપર થી તથા નીચે બનાવેલ માર્ગ થી પસાર થઈએ. માર્ગ માં વાહન થોભાવી સમગ્ર લેન અને વાહનવ્યવહાર ને ના ખોરાવીયે. વિશ્વ સ્તરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિશ્વ સ્તરની ટ્રાફિક સમજ સાથે શહેરને ટ્રાફિક જામ ફ્રી રાખીએ તેવી નમ્ર વિનંતી. શહેર ના કોઈ પણ માર્ગ ઉપર પીળા પટ્ટા ની વચ્ચે વાહન ન થોભીએ. એ બ્રિજ અને તેના સર્વિસ માટે કડક ટ્રાફિક નિયમન, રોડ, યુ ટર્ન ઉપર પાર્કિંગ, બ્રિજ ઉપર વાહન થોભાવી ટ્રાફિક જામ કરવા ની ઘટના મુદ્દે સત્તત કડક કાર્યવાહી કરવા નમ્ર સૂચન. જેથી ટ્રાફિક જામ થી સ્થિતિ ના સર્જાય, કોઈ બ્રિજ ઉપર કે નીચે વાહન થોભાવી ટ્રાફિક જામ ન કરે, સુભાષ બ્રિજ થી સાત રસ્તા સુધી બ્રિજ ઉપર અને બ્રિજ ની નીચે ના માર્ગ ઉપર વાહન પસાર થાય તો બ્રેક લગાવ્યા વગર ન્યુનતમ સમયમાં એક છેડે થી બીજા છેડે જવા પસાર થઇ શકે તેવી રીતે ટ્રાફિક ના નિયમો પાડવા વિનંતી. નિયમોની ચુસ્ત અમલવારી અપનાવી આ નવા બનેલા બ્રિજ ઉપર અને નીચે ના માર્ગો ને ટ્રાફિક જામ ફી રાખી, સ્વચ્છતા જાળવી એક દાખલો બેસાડીયે, તેવી વિનંતી ભાર્ગવ ઠાકર, પ્રેસિડેન્ટ શ્વાસ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!