વલસાડના વાપી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલના કુશળ નેતૃત્વ હેઠળ કાર્યરત વલસાડ જિલ્લાના યોગ બોર્ડના સભ્યોનું વાપી ઉપાસના ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના લાયન્સ ક્લબ હોલમાં ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગકોચ, યોગટ્રેનર અને સાધકોએ સહપરિવાર હાજરી આપી જિલ્લામાં યોગ બોર્ડની ટીમની એકતાનું પ્રદર્શન કર્યું હતું.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વલસાડ જિલ્લામાં નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવતા યોગ કોચ તેમજ યોગ ટ્રેનરને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત નવા સર્ટિફાઇડ ટ્રેનરોને પ્રોત્સાહન મળે તે માટે સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન સાઉથ ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના અધ્યક્ષતા હેઠળ વલસાડ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર વલસાડ જિલ્લો યોગમય બને એ માટે જિલ્લા કોઓર્ડીનેટર પ્રિતીબેન વૈષ્ણવે તેમની ટીમને વધુ મહેનત અને પ્રયત્નશીલ બનવા આગ્રહ કર્યો હતો.





