સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ સોમપુરા વાડી ખાતે ઘરેલુ હિંસા માર્ગદર્શન સેમિનાર યોજાયો.

તા.03/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત સોમપુરા વાડી, વઢવાણ ખાતે મહિલા સુરક્ષા દિનની ઉજવણી અન્વયે ઘરેલુ હિંસા માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં દહેજ પ્રતિબંધક અધિકારી ભરતભાઈ ડાભી દ્વારા શાબ્દીક સ્વાગત તેમજ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું એડવોકેટ રાજશ્રીબેન ત્રિવેદી દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ તેમજ ભારતીય ન્યાય સહિતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તદુપરાંત, ૧૮૧ ટીમના કાઉન્સેલર મધુબેન વાણિયા દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન એપ્લિકેશન તથા કામગીરી વિશે, જલ્પાબેન ચંદેશરા દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીને લગતી યોજનાઓ વિશે, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન યોજના, બેટી બચાઓ,બેટી પઢાવો યોજના, વ્હાલી દિકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના સહિતની મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી આપી હતી DHEW ના જિલ્લા મિશન કોર્ડીનેટર દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી પોલીસ વિભાગ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં સ્ટાફ દ્વારા આ કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.


