અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા : સાકરીયા નજીક બે ટ્રક વચ્ચે ભયકંર અકસ્માત સર્જાયો, કટરો અને જેસીબી દ્વારા કેબીન કાપી ડ્રાઈવરને બહાર કઢાયો
મોડાસા – સાકરીયા હાઈવે પર અનેક વાર અકસ્માત ના બનાવો બનતા હોય છે જેને લઇ અકસ્માતમાં કેટલીક વાર લોકોના જીવ પણ જતા હોય છે હાઈવે પર દિવસ દરમિયાન તેમજ રાત્રીના સમયે અનેક મોટા વાહનો ની અવર જવર રહેતી હોય છે ત્યારે કેટલીક વાર ઓવર સ્પીડ ને લઇ અકસ્માત સર્જાતા હોય છે. ફરી એક વાર સાકરીયા પાસે રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો
જેમાં મળતી માહિતી અનુસાર રાત્રીના સમયે બે વાગ્યાની આજુબાજુ મોડાસા માલપુર હાઇવે પર સાકરીયા ગામ પાસે અકસ્માતની ભયકંર ઘટના બની હતી જેમાં બે ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.આગળ ટ્રક જતી હતી અને બીજો ટ્રક પાછળના ભાગેથી આગળ જતા ટ્રક પાછળ ઠોકાયો હતો અને અકસ્માત સર્જાયો અને પાછળના ટ્રક નું એક્સિડન્ટ થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનો કેબીનનો આગળનો ભાગ દબાઈ જતા અંદર રહેલ ડ્રાઈવર પણ કેબીન સાથે દબાઈ ગયો હતો. અકસ્માતને લઇ તાત્કાલિક મોડાસા ફાયર ટીમ ને જાણ થતા ઘટના સ્થળે પોહચી હતી અને કેબીન ને કટરો દ્વારા કાપી તેમજ JCB ની મદદ લઇ ડ્રાયવરનો જીવ બચાવ્યો હતો આમ રાત્રીના સમયે બે વાગ્યે સાકરિયા નજીક હાઇવે ટ્રક એક્સીડન્ટ થતા ફાયર ટીમ દ્વારા એક વ્યતિત નું રેસ્ક્યુ કરી કટરો દ્વારા કેબિન કાપી જીવતો ડ્રાઈવર બહાર કાઢ્યો હતો અને સારવાર અર્થ એ 108 માં હોસ્પિટલ ખાસેડાયો હતો. અકસ્માત ને પગલે હાઇવે પર લોકોના ટોળાં અને ટ્રાફિક સર્જાયો હતો