તા. ૩૦.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ ના મીરાખેડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો
આજરોજ તા:-૩૦.૧૧.૨૦૨૪ ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, મીરાખેડી તા:-ઝાલોદ જિ:-દાહોદ ખાતે માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડૉ. ઉદય ટીલાવટ અને માન. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, ડૉ. બારીયા ના માર્ગદર્શન હેઠળ નવીન કુટુંબ કલ્યાણ સ્ત્રી વ્યંધીકરણ કેમ્પનું શુભારંભ કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયત પાવડીના સભ્ય કૃષ્ણરાજ ભુરીયા , તાલુકા આરોગ્ય અધિકારી, ડૉ. તુષાર ભાભોર , અધિક્ષક, ડૉ. પલક તાવિયાડ, સર્જન ડૉ.મહેન્દ્રસિંહ ડામોર દ્વારા સ્ત્રી વ્યંધીકરણ કેમ્પનું શુભારંભ કરવામાં આવ્યું. જેમાં ૨૩ લાભાર્થીઓના કુટુંબ નિયોજન ના ઓપરેશન કરવામાં આવ્યા હતા.સમગ્ર કેમ્પનું સંચાલન અધિક્ષક, તાલુકા મેલ સુપરવાઈઝર અને તાલુકા હેલ્થ ફીમેલ સુપરવાઈઝર તથા તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓનો સાથ સહરકાર દ્વારા કરવામાં આવ્યું હતું