GUJARATKUTCHMANDAVI

નોખાણિયા પ્રા.શાળામાં ધો.૮ ના બાળકોનો વિદાય સમારોહ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માંડવી, તા-05 એપ્રિલ  : નોખાણિયા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા બાળકોનું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થતાં તેમનો વિદાય સમારોહ શાળાના પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો. પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત બાદ શાળાના વરિષ્ઠ શિક્ષક લીલાધર બિજલાણીએ સૌને આવકાર્યા હતા. શાળાના બાળકો દ્વારા વિદાયગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતું. ધોરણ ૮ ના બાળકોએ શાળામાં શિક્ષકો તેમજ અન્ય વિદ્યાર્થીઓ સાથેના ૮ વર્ષના સંભારણાઓ વાગોળી સાથી વિદ્યાર્થીમિત્રોનો સ્નેહ તેમજ ગુરુજનોએ આપેલી શિક્ષા હંમેશા જીવનભર ઉપયોગી બનશે તેમ કહી શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના અન્ય બાળકોએ પણ વિદાય લઈ રહેલા બાળકો પ્રત્યે પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.શાળાના શિક્ષકોએ બાળકોને વિદાયમાન આપી ભવિષ્યમાં વિદ્યાર્થીકાળના તમામ પડાવ પૂર્ણ કરી જીવનમા તમામ તબક્કે સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.ધો. ૮ ના વર્ગ શિક્ષક બ્રિજેશ બૂચ દ્વારા કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય હરિસિંહ જાડેજાએ કોઈ પણ બાળક આગળનો અભ્યાસ ન છોડે અને ખૂબ આગળ વધી શાળા, પરિવાર ,સમાજ અને ગામનું નામ રોશન કરે એવી શુભકામનાઓ પાઠવી હતી. વિદાય લઈ રહેલા બાળકોએ શાળાને પ્રતિક ભેટ આપવાની સાથે શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને પણ બોલપેન ભેટ આપી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકો તરફથી પણ ધોરણ ૮ ના તમામ બાળકોને પેડ, ફોલ્ડર તથા કંપાસ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના વિધાર્થીઓ શ્રીયા છાંગા અને માધવ છાંગાએ કર્યું હતું તો આભારવિધિ શ્રુતિ છાંગાએ કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળાના શિક્ષકો કેશુભાઈ ઓડેદરા, નમ્રતા આચાર્ય , માનસી ગુસાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!