GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ગોધરા ભોઈ સમાજના વિદ્યાર્થીઓ માટે યોજાયો શુભેચ્છા-સન્માન સમારોહ.

 

તારીખ ૨૩/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

આજરોજ ગોધરા નગર સ્થિત રામદેવજી મહારાજના મંદિર ખાતે ધોરણ ૧૦ અને ૧૨ની પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા-સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના કુલ ૨૩ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, સૌ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી પ્રોત્સાહિત ભેટ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમને સુંદર રીતે પાર પાડવા સમાજના આગેવાનો, વડીલો, વિદ્યાર્થીઓ તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!