DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
ધ્રાંગધ્રાનાં મહિલા TRB જવાને મુળ માલિકને ફોન પરત કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

તા.20/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રામાં ફરજ બજાવતા મહિલા ટી.આર.બી. જવાન જાગૃતિબેન રાઠોડને રોડ પરથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો તેમણે આ ફોન તેના મૂળ માલિકને પરત કરીને ફરજ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી હતી જાગૃતિબેન રાઠોડ ધ્રાંગધ્રા શહેરના ફુલેશ્વર ચોક ખાતે પોતાની ફરજ પર હતા ત્યારે તેમને આ મોબાઈલ ફોન મળ્યો હતો ફોન મળ્યા બાદ તેમણે તાત્કાલિક સિટી પોલીસ મથકે પીઆઈને જાણ કરી હતી પોલીસની મદદથી મોબાઈલ ફોનના માલિકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી તપાસ દરમિયાન આ ફોન સવિતાબેન સંજયભાઈ દેવીપૂજકનો હોવાનું સામે આવ્યું હતું ત્યાર બાદ સિટી પોલીસ મથકે સવિતાબેનને તેમનો ખોવાયેલો મોબાઈલ ફોન સુપ્રત કરવામાં આવ્યો હતો મહિલા ટી.આર.બી. જવાને પોતાની આ કામગીરી દ્વારા ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.




