બીલીમોરા ખાતે ખેલ મહાકુંભમાં આઠ જિલ્લાની ટીમોની હાજરી વચ્ચે યુવા શક્તિનો જોશ અને પ્રતિભાનો મહોત્સવ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા રમત ગમત કચેરી દ્વારા બીલીમોરા ખાતે ખેલ મહાકુંભ–2025 અંતર્ગત દક્ષિણ ઝોન હેન્ડબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો બીલીમોરા સ્તિથ બી.વી.કે. મંડળ સંચાલિત વીએસ પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં ખાતે થયો હતો . આયોજિત આ કાર્યક્રમને ખેલ પ્રેમીઓ તેમજ યુવા ખેલાડીઓનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ, જે ખેલભાવના, એકતા અને યૌવનમાં ઊર્જા અને સંકલ્પનો પ્રતીક બની. બાદમાં મહેમાનોનું સન્માન કરી સ્વાગત કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટમાં દક્ષિણ ઝોનના કુલ આઠ જિલ્લાઓએ ભાગ લીધો છે, જે સ્પર્ધામાં રોમાંચ, પ્રતિસ્પર્ધા અને ઉમંગનો ઉત્તેજક માહોલ સર્જે છે. યુવા ખેલાડીઓ માટે પોતાની કુશળતા અને પ્રતિભા પ્રદર્શિત કરવાનો આ એક અનોખો અવસર બની રહ્યો છે.
ખેલ મહાકુંભ–2025 અંતર્ગત આવી રમતો યુવાનોમાં શારીરિક તંદુરસ્તી, ટીમ સ્પિરિટ, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મકતા વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે. નવસારી જિલ્લામાં આયોજિત આ હેન્ડબોલ ટુર્નામેન્ટ તેની જ જીવંત સાબિતી છે.
ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી ડૉ. સનમ પટેલ ઉપસ્થિત રહ્યા. સાથે બી.વી.કે. મંડળના ચેરમેન ભરતભાઈ અમીન, પ્રાથમિક શાળાની પ્રિન્સિપાલ રોશનીબેન ગજેરા, સ્કૂલની પ્રિન્સિપાલ પાકીજા મેડમ, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી અલ્પેશ પટેલ, કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. સોનલબેન વસાવા તથા બીસીએ કોલેજના કુણાલ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા.





