
વિજાપુર પોલીસે એક્ટિવા ચોરી અને કપાસિયા તેલના ડબ્બા ની ચોરી નો ભેદ ઉકેલી અલગ અલગ ચોરીના બનાવ મા બે બાળ કિશોર બે પુખ્ત ઈસમો ને ઝડપી પાડ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં ચોરીઓના ગુનાઓ મા નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી પાડવા અસરકારક કામગીરી કરવાની જીલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ અને નાયબ પોલીસ અધિક્ષક દિનેશ સિંહ ચૌહાણ ની સૂચના અને માર્ગદર્શન મુજબ સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર બારીયા એ ટીમ વર્ક બનાવી પેટ્રોલીંગ કરતા અલગ અલગ જગ્યાએ થી એક્ટિવા ચોરી અને તેલ ના ડબ્બા ની ચોરીઓ કરી નાસતા ફરતા બે ઈસમો અને બે બાળ કિશોર ને ઝડપી પાડી ને પોલીસે સક્રિય કામગીરી કરી હતી. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાલુકા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેકટર એ આર બારીયા અને તેમની ટીમ સઘન પેટ્રોલિંગ મા હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે હિમતનગર થી ચોરાયેલ એક કાળા કલર નું એક્ટિવા કે જેનો નમ્બર જીજે 09 CK 8361 સાથે એક્ટિવા ચોરી કરનાર ઈસમ અને બે બાળ કિશોર પ્લેનેટ હોટલ આનંદપુરા ચોકડી ઉપર એક્ટિવા સાથે ઊભો છે. પોલીસે મળેલી બાતમી ના આધારે સ્થળ ઉપર થી બે બાળ કિશોર રોહીત પપ્પુ સિંગ તેમજ રોશન ઉર્ફે દાદુ ભરત અલુ ભાઈ દેવીપૂજક અને એક્ટિવા ચોરી કરનાર પંકજ ઉર્ફે પિરિયો બાબુ ભાઈ ગોમાજી ભીલ ફોરવર્ડ સ્કૂલ પાછળ ભીલ વાસ વાળાને ઝડપી પાડ્યો હતો. જ્યારે તાલુકામાં નોંધાયેલ ત્રિશૂળ સોયાબીન તેલના 4 ડબ્બા તેમજ એક તિરુપતિ તેલ ના ડબ્બા ની થયેલ રૂ 9870 /- ની ચોરીના ગુનામાં ભાટિયા વાસ મા રહેતા અલ્પેશ ઉર્ફે બિલ્લો મશાજી દેહરાજી ઠાકોર ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



