ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ મહાનગરપાલિકા દ્વારા સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલને કરાયો રૂપિયા 01 લાખનો દંડ

આણંદ મહાનગરપાલિકા દ્વારા સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલને કરાયો રૂપિયા 01 લાખનો દંડ

તાહિર મેમણ – આણંદ – 18/02/2026 – કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક આણંદ શહેરના અહિંસા ચોક પાસે આવેલ સુવિધા નર્સિંગ હોમ અને મહાવીર માર્ગ ઉપર આવેલ સંજીવની હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

 કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલના માલિક/કબજેદાર પાસેથી હોસ્પિટલની બાંધકામ મંજૂરી, મંજૂર થયેલ પ્લાન, BU પરમિશન અને ફાયર એનઓસી અંગે ચકાસણી કરતા આ બંને હોસ્પિટલના માલિક/કબજેદારો પાસે સક્ષમ ઓથોરિટી પાસેથી મેળવેલ પરમિશન ન હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનીસીપલ કોર્પોરેશન એકટ ૧૯૪૯ ની જોગવાઈના ભંગ બદલ સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલના માલિક/કબજેદારને વહીવટી ચાર્જ પેટે રૂ.૧,૦૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ બંને હોસ્પિટલના સંચાલકોને દિન 10 માં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવીને રજૂ કરવા જણાવવામાં આવ્યું છે, તથા ત્યાં સુધી આ બિલ્ડીંગ નો વપરાશ ન કરવા નોટીસ આપવામાં આવી છે, જો તેમ કરવામાં નહીં આવે તો કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનીસીપલ કોર્પોરેશન એકટ ૧૯૪૯ ની જોગવાઈના ભંગ બદલ ભોગવટાવાળી મિલકત વપરાશ કરતા અટકાવવામાં/સીલ કરવામાં આવશે, તેમ વધુમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!