સુરેન્દ્રનગર જિલ્લામાં જુલાઈ માસમાં 3081 વાહન ચાલકો પાસેથી રૂ.11.66 લાખનો દંડ વસૂલ કર્યો.
અડચણરૂપ 156 લારી ગલ્લાવાળા પાસેથી રૂ.15,600 નો દંડ વસૂલ કરાયો હતો.

તા.08/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અડચણરૂપ 156 લારી ગલ્લાવાળા પાસેથી રૂ.15,600 નો દંડ વસૂલ કરાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા જુલાઇ 2024માં નિયમ ભંગના 3081 કેસ કરીને ચાલકોને રૂ. 11.66 લાખનો દંડ કરાયો હતો આ સમયગાળામાં 42 વાહનને પણ ડિટેઇન કરાયા હતા આમ આ માસમાં દૈનિક 99થી વધુ ચાલકે રૂ. 37,619થી વધુનો દંડ ભર્યાનો ઘાટ સર્જાયો હતો સુરેન્દ્રનગર વઢવાણ શહેરમાં ટ્રાફિકની સમસ્યા તેમજ વધતા વાહન અકસ્માતો પર રોક લગાવવી જરૂરી બની છે ત્યારે જિલ્લા પોલીસવડા ગિરિશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ અન્ય ધોરીમાર્ગો પર ટ્રાફિક પીએસઆઈ એલ. બી. બગડા તેમજ તમામ ટ્રાફિક સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં જુલાઇ 2024ના મહિનામાં ટ્રાફિક નિયમભંગ કરનાર 3081 વાહનચાલક પાસેથી હાજર દંડ રૂ.9,87,000 જેટલો વસૂલ કરાયો હતો તેમજ 42 વાહન ડિટેઈન કરીને રૂ.1,62,100નો દંડ ફટકાર્યો હતો આ ઉપરાંત ટ્રાફિકને અડચણરૂપ 156 જેટલા લારી ગલ્લા વાળા પાસેથી રૂ.15,600નો દંડ, તમાકુ અધિનિયમ અંતર્ગત 15 કેસમાં રૂ.1500નો દંડ કરાયો હતો જ્યારે દારૂ પીને વાહન ચલાવતા ચાલકો અને ભયજનક વાહન ચલાવતા ચાલક તેમજ ટ્રાફિક અડચણરૂપ સહિત કુલ 54 ચાલક સામે કાર્યવાહી કરાઇ હતી છેલ્લા એક માસમાં 3081 વાહનચાલક સામે કાર્યવાહી કરીને રૂ.11,66,200નો દંડ વસૂલાયો હતો આમ આ માસમાં દૈનિક 99થી વધુ ચાલકે રૂ. 37,619થી વધુનો દંડ ભર્યાનો ઘાટ સર્જાયો હતો.




