GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષમાં ટ્રાફિક નિયમોમાં ભંગ બદલ રૂ.4.56 કરોડનો દંડ વસૂલ કરાયો.

53542 વાહનોનો સ્થળ પર દંડ અને 7593 વાહનો ડીટેઈન કરાયા

તા.09/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

53542 વાહનોનો સ્થળ પર દંડ અને 7593 વાહનો ડીટેઈન કરાયા, સુરેન્દ્રનગર જિલ્લામાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું અમલ કરે તે માટે પોલીસ તંત્ર પ્રયાસો કરી રહ્યુ છે તેમ છતાં જાન્યુઆરીથી ડિસેમ્બર- 2025 એટલે કે છેલ્લા એક વર્ષમાં 51,135 લોકો દંડાયા હતા આ સમયગાળા દરમિયાન ચાલકોને રૂ. 4, 56, 23, 441નો દંડ ભરવો પડ્યો હતો આમ એક તારણ મુજબ રકમથી 57 કાર કે 506 બાઈક ખરીદી શકાય છે જાન્યુઆરીથી ડિસેમ્બર- 2025 દરમિયાન ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ કરતા લોકો સામે કામગીરી કરી હતી જેમાં છેલ્લાં 1 વર્ષમાં રૂ. 4,56,23,441નો દંડ વસૂલવામાં આવ્યો હતો સ્થળ પર જ 53542 લોકોને રૂ23981441અને ડિટેઇનમાં 23981441 એમ કુલ 51,135 લોકો દંડાયા હતા આ સમયગાળા દરમિયાન ચાલકોને રૂ. 4,56,23,441નો દંડ ભરવો પડ્યો હતોતે ખૂબ મોટી રકમ છે જો આપણે 2026 ના ભાવ મુજબ ગણતરી કરીએ, તો આટલા રૂપિયામાંએક બાઇકની કિંમત અંદાજે 90,000 ગણીએ તો તમે 506 બાઇક ખરીદી શકો એક કારની ઓન-રોડ કિંમત અંદાજે 8,00,000 ગણીએ તો તમે 57 કાર ખરીદી શકો વાહન ચાલકોના પકડાયા બાદ લાયસન્સ ઘરે પડયુ છે ભુલી ગયો, હમણા લઇને બતાવુ, મોબાઇલમાં છે પણ ખૂલતુ નથી, એમ-પરિવહન અને ડી.જી.બોલ્ટ એપમાં નેટવર્ક નથી આવતુ કેટલાક ચાલકો તો વાહન માલિકનું લાયસન્સ બતાવે છે વગેરે બહાના કાઢી રહ્યા છે ગત વર્ષની સરખામણીએ કેસ વધ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસે વર્ષ 2024માં સ્થળપર કેસ 34300 કરી રૂ.1,22,09,800 અને ડિટેઇન કરી 814 રૂ.35,39,785 આમ કુલ 1,59,53,185નો દંડ વસુલાયો હતો.જ્યારે વર્ષ 2025માં સ્થળ પર જ 53542 સામે 21642000કરોડ દંડ વસૂલાયો, 7593 વાહન ડિટેઈન કરી 23981441 કરોડ વસુલાયા આમ કુલ 4,56,23,441 આમ એક વર્ષમાં 2,96,70,256 દંડ વધુ વસુલાયો છે શહેર વિસ્તારમાં સૌથી વધુ ટ્રાફિક નિયમ ભંગ કરતા ચાલકો પકડાયા.

Back to top button
error: Content is protected !!