CHOTILAGUJARATLIMBADISURENDRANAGAR

ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે પર જોલી એન્જોય વોટરપાર્ક પાસે પોલીસ વાનમાં લાગી આગ

તા.29/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર જોલી એન્જોય વોટરપાર્ક પાસે રાત્રિના સમયે વડોદરા તરફથી આવતી પોલીસ વાનમાં શોક સર્કિટને કારણે આગ લાગી હતી વડોદરાથી કેદીને લઇને આવતી રાજકોટ પોલીસ સાથે બનેલી ઘટનાથી દોડધામ મચી હતી જો કે વાનના આગળના ભાગે ધુમાડા નીકળતાની સાથે ડ્રાઇવરે ગાડી બાજુમાં ઉભી રાખી દીધી હતી બાદમાં કેદી અને પોલીસ જવાનો ઉતરી જતા કોઇ જાનહાનિ થઇ ન હતી ચોટીલા હાઈવે પર વડોદરા તરફથી રાજકોટ પોલીસ રાજકોટ પોપટપરા જેલથી આરોપીને પોલીસ કર્મચારી અનિરૂદ્ધસિંહ ઝાલા અને પ્રકાશભાઈ પટેલ અને સ્ટાફ સાથે વડોદરા લઈ જઈએ પરત આવતા ચોટીલાથી દસ કિલોમીટર આગળ જોલી એન્જોય વોટરપાર્ક પાસે પહોંચતા વાનમાં અચાનક આગ લાગતા પોલીસ વાન ડ્રાઇવર વિજયસિંહ ઝાલાએ સમય સૂચકતાથી પોલીસ વાન રોડથી એક તરફ લઈ ઉભી રાખી દીધી હતી બાદમાં તેમાં બેઠેલા પોલીસ કર્મચારી અને આરોપીને વાનમાંથી ઉતારી દીધા હતા અને ચોટીલા ફાયર વિભાગમાં જાણ કરી ચોટીલા નગરપાલિકા ફાયર વિભાગના મનસુખભાઈ અને તેમની ટીમ સાથે પહોંચી પોલીસ વાનમાં આગ બુજાવવા કામગીરી હાથ ધરી હતી એક કલાક જેવા સમય બાદ આગ કાબૂમાં આવી હતી ઉનાળાના સમયમાં એક તરફ બહારની ગરમી ખૂબ વધુ હોય છે જ્યારે છેક વડોદરાથી ચોટીલા પહોચતા ગાડીનુંં એન્જિન પણ ખૂબ તપી જાય તે સ્વાભાવિક છે આવા સમયે બહારની અને અંદરની ગરમીને કારણે વાયરિંગ બળી જવાની પૂરી શકયતા રહે છે આવા સંજોગોમાં આગ લાગતી હોય છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!