GUJARATMULISURENDRANAGAR

સુરેન્દ્રનગર મુળી રોડ પર ચાલું ટ્રકમાં આગ લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

તા.09/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મૂળી હાઇવે પર ટ્રકમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જેમાં કુકડા ગામ પાસે ગોંડલ તરફથી પંજાબ જતા ટ્રકમાં અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી જેમાં ગોંડલથી ધાણા ભરીને આવતી ટ્રકમાં અચાનક આગ લાગતા ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો ટ્રક ચાલકે સમયસુચકતા વાપરીને નીચે ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી જેમાં ટ્રકમાં આગ લાગતા અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અંગેની જાણકારી મળતાની સાથે જ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના ફાયર ફાઈટર પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આ લોકો ત્યાં પહોંચ્યા હતા ત્યારે લગભગ આ ટ્રક સળગીને ખાક થઈ જવા પામી હતી પરંતુ હાઇવે ઉપર અફડા તફડીનો માહોલ મચી જવા પામ્યો હતો બાજુમાંથી વાહનો પસાર થતા હતા તે પણ રોકી દેવામાં આવ્યા હતા અચાનક જ ગોંડલ તરફથી આવી અને પંજાબ તરફ જતી ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે અંગેની જાણકારી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!