અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસાના નેસડા પાસે રસુલપુર ગામે મકાઈના ખેતરમાં આગ લાગી, ઉનાળામાં આગના બનાવોમાં વધારો
દિન પ્રતિદિન આગ લાગવાના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં મોડાસા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી દસથી વધુ આગ લાગવાના બનાવો બન્યા છે અને જયારે પણ આગ લાગી છે ત્યારે મોડાસા ફાયર ટીમ ખડેપગે રહી છે અને આગ પર કાબુ મેળવ્યો છે
મળતી માહિતી અનુસાર મોડાસા ના નેસડા પાસે આવેલા રસુલપુર ગામે ખેડૂત ને રોતા પાણી એ રોવાનો વાળો આવ્યો છે જેમાં ખેડૂતે ખેતરના મકાઈના પાકનું વાવેતર કર્યું હતું પાક લણનીનો પણ થઈ ગયો હતો પરંતુ ખેતરમાંથી પસાર થતી વીજ લાઈને ને કારણે તણખલા પડતા મકાઈનો પાક બળી ને ખાખ થઈ ગયો હતો.આગ લાગવાના કારણે મોડાસા ફાયર ટીમ ને જાણ કરતા ફાયર ટીમ ઘટના સ્થળે પોંહચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો તેના પહેલા મકાઈ નો અડધો થી વધુ પાક બળી ને ખાખ થઈ ગયો હતો ખેતરમાં જાણે કે મકાઈના ડોડા શેકવા મુક્યા હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. ત્યારે ખેડૂતના મોમાં આવેલ કોરિયો છીનવાયો હોય તેવો ઘાટ સર્જાયો હતો.વારમવાર વીજ તણખલા પડતા આગની ઘટનામાં વધી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક વિજતંત્ર ની બેદરકારી સામે આવી છે