BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા પદાધીકારીઓ અને તાલીમાર્થીઓની ઉપસ્થીતીમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
સમીર પટેલ, ભરૂચ
આજરોજ ૭૯માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું સંસ્થાના પદાધીકારીઓ અને તાલીમાર્થીઓની ઉપસ્થીતીમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિયામકશ્રી ઝયનુલ સૈયદ તથા બોર્ડ સભ્યશ્રી કે.કે.રોહિત દ્વારા સ્વાતંત્ર્ય દિન સાથે હર ઘર તિરંગા અભિયાન અંગેની વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી અને તાલીમાર્થીઓમાં દેશભકિત અંગે જાગૃતી કેળવવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે જે.એસ.એસના સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.