બેઢીયા બસ સ્ટેન્ડ કૂવા પાસે હાઇવે ઉપર ફોરવીલ ચાલકે મહિલાને અકસ્માત કરતા ઘટનાસ્થળ પર કમકમાટીભર્યું મોત.

તારીખ ૧૦/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ મથકે શૈલેષભાઈ રંગીતસિંહ ચૌહાણ રહેવાસી પથ્થરની મુવાડી મુ બેઢીયા તાલુકા કાલોલ દ્વારા નોંધાવેલી ફરિયાદ ની વિગત જોતા તેઓના ભાભી પુષ્પાબેન જયદીપભાઇ ચૌહાણ ઉંમર વર્ષ 33 રવિવારે રાત્રિના સમયે પોતાના ઘર નજીક હાઇવે ઉપર બેઢીયા બસ સ્ટેન્ડ થી આગળ કૂવા પાસે કુદરતી હાજતે ગયા હતા તે સમયે વેજલપુર તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી આવનાર ફોરવીલ ચાલક જીજે 35 એન 4532 ના ચાલકે પુષ્પાબેન ને અકસ્માત કરી માથાના ભાગે અને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓનું ઘટનાસ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. અકસ્માતના સ્થળે હેલ્પલાઇન 112 ની ગાડી આવી પહોંચી હતી અને ત્યારબાદ પોલીસ પણ પહોંચી હતી. મૃતકની લાશ 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપી ફરિયાદ આધારે ફોરવીલ ચાલક સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પીઆઇ જેવી પટેલ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.






