કાલોલ તાલુકાના મેદાપુર ઈંટોના ભઠ્ઠા ઉપર ચાર વર્ષીય બાળક ટ્રેકટર નીચે આવી જતા મોત.
તારીખ ૨૭/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
મૂળ ઉત્તર પ્રદેશના કટીયા તાલુકો કાયમ ગંજ જિલ્લો ફરૂકાબાદ ના રહેવાસી અને છેલ્લા૧૫ દિવસથી કાલોલ તાલુકાના મેદાપુર ગામની સીમમાં આવેલ સ્ટાર ઈંટોના ભઠ્ઠા માં મજૂરી કરતા દંપતિ પૈકી નજબૂન નિશા શાહિદ ખાન પઠાણ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ ની વિગત મુજબ શુક્રવારે સાંજના સાતેક વાગ્યાના સુમારે તેઓના પતિ સાહિદખાન ઈંટોના ભઠ્ઠા ઉપર ટ્રેક્ટર ચલાવતા હતા ત્યારે તેઓનો ચાર વર્ષનો પુત્ર આહિલ ટ્રેક્ટર માં બેસવા માટે રડતો હોય છોકરાને ખુશ કરવા માટે તેઓના પતિએ ટ્રેક્ટર પર તેમની બાજુની સીટ પર બેસાડી તેઓના કબજાનુ ટ્રેક્ટર ગફલતભરી રીતે હંકારતા અચાનક રેસ વધારી દેતા ટ્રેક્ટર અચાનક ઉંચુ થઈ જતા છોકરો પડી ગયેલ હતો અને ટ્રેક્ટરના ટાયર નીચે આવી ગયો હતો જેને માથાના ભાગે, પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા કાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે છોકરાને મરણ પામેલો જાહેર કર્યો. જે અંગેની ફરિયાદ કાલોલ પોલીસ મથકે આપતા પોલીસે બીએનએસ કલમ ૨૮૧, ૧૨૫(એ ),૧૦૬(૧) અને મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૭૭,૧૮૪મુજબ નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ સિનિયર પી.એસ.આઇ સી બી બરંડા દ્વારા શરૂ કરવામાં આવી છે.