વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ
ભુજ,તા-૧૦ ઓક્ટોબર : ભુજમાં નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજિત આયુર્વેદ તથા હોમિયોપેથી અને યોગ દ્વારા ભારત વિકાસ સપ્તાહની ઉજવણી બાબતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે ચામડીના રોગો, પેટના વિવિધ રોગો-કબજિયાત તથા વૃદ્ધાવસ્થાના રોગો માટે નિ:શુલ્ક નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે ૧૧ ઓક્ટોબર શનિવારના રોજ સમય સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ દરમિયાન યોજાશે.કેમ્પમાં ચામડીના અને પેટના વિવિધ રોગો-કબજિયાત માટે સારવાર સલાહ, સિનિયર સિટીઝનના રોગો માટે સારવાર સલાહ સિનિયર સિટિઝન (૬૦ વર્ષથી ઉપરના) દર્દીઓને ખાસ પ્રકારની સ્વાસ્થ્ય તથા શક્તિવર્ધક ઔષધ આપવામાં આવશે. શરદી-ખાંસી-તાવ-કળતર-સાંધાના દુ:ખાવા વાઈરસ તાવ સ્વાઈન ફ્લૂ, કોવિડ, ડેન્ગ્યુ જેવા રોગ માટે રોગપ્રતિકારક શક્તિવર્ધક અમૃતપેય ઉકાળાનું વિતરણ કરવામાં આવશે, તેવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.