ARAVALLIGUJARATMODASA

મોડાસા મિની ઊંજા ઉમિયા મંદિર ખાતે ભોજનાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા મિની ઊંજા ઉમિયા મંદિર ખાતે ભોજનાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા મિની ઊંજા ઉમિયા મંદિર ખાતે ભોજનાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.. પૂનમના દિવસે ઉમિયા મંદિર ખાતે નવીન ભોજનાલયની શરૂઆત કરવામાં આવી છે,,, વૈદિક મંત્રોચ્ચાર સાથે ભોજનાલયને ખુલ્લુ મુકવામાં આવ્યું છે,,, મોડાસાના ઉમિયા મંદિર ખાતે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે,, આ વચ્ચે દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે, તે માટે અહીં વધુ એક વ્યવસ્થા દર્શનાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે… ઉમિયા મંદિરના મહંત વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીએ આ અંગે જાણકારી આપી હતી..

મોડાસાનું ઉમિયા મંદિર મિની ઊંજા તરીકે ઓળખાય છે, અને અહીં ભક્તોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે, જેથી પૂનમ હોય કે, અન્ય કોઈ દિવસ, ભક્તોની ભીડ જોવા મળતી હોય છે. કોઈપણ વ્યક્તિ ભૂક્યો ન રહે, તે માટે વિશેષ ભોજનાલય, ઉમિયા મંદિર ખાતે શરૂ કરવામાં આવ્યું છે.મોડાસાના ઉમિયા મંદિર પટાંગણમાં આયોજિત કરવામાં આવેલા, ઉદ્ધઘાટન સમારોહમાં દાતાઓ, મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સમાજના આગેવાનો અને દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!