ABADASAGUJARATKUTCH

અબડાસા તાલુકાના ખીરસરા વિં ગામ મદયે અંધજન મંડળ કે.સી.આર.સી. આંખની હોસ્પિટલ ભુજ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

નેત્ર નિદાન અને સારવાર કેમ્પમાં 15-ઓપરેશન સહિત 98 દર્દીઓ એ સારવાર લીધી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.

અબડાસા તા.16 જુલાઈ : કચ્છ જિલ્લા ના વિવિધ સ્થળો પર અંધજન મંડળ સંચાલિત કે.સી.આર.સી. આંખ ની હોસ્પિટલ ભુજ દ્વારા દર વર્ષે છેવાડાના વિસ્તારોમાં માનવ સેવા રૂપે મફત નેત્ર નિદાન અને સારવાર કેમ્પ રાખવામાં આવે છે ગત તારીખ 16 ના અબડાસા તાલુકાના ખીરસરા વિં ગામ મદયે આ કેમ્પ યોજાયો હતો જેમાં આંખ ના 98 દર્દીઓ એ લાભ લીધો હતો એમાં થી 15 દર્દીઓ ઓપરેશન લાયક હોતા તેઓ ને ગામ થી ભુજ લઈ જઈને ઓપરેશન કરી ને પરત ઘર સુધી પહોંચવા ની મફત સુવિધા ઉપલબ્ધ કરવા આવી આ મફત કેમ્પ રાખવા માટે અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ રજાકભાઈ હિંગોરા દ્વારા નલીયા ના સેવાભાવી હરેશભાઈ ઠક્કર સાથે સંપર્ક કરી ને આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ નો બે દિવસ પહેલા પચાણભાઈ ગઢવી ની ટીમ દ્વારા ઘર ઘર સુધી પ્રચાર પ્રસાર કરવા માં આવ્યો અને ખીરસરા ગામ ના સરપંચ દ્વારા કેમ્પ માટે ગ્રામ પંચાયત ખુલ્લી રાખવાની વ્યવસ્થા કરી હતી અને અબડાસા તાલુકા ના સેવાભાવી મુસ્લિમ અગ્રણી સલીમભાઈ હિંગોરા એ આવેલા સ્ટાફ માટે ચા પાણી અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ગામ ના સરપંચ આદમભાઈ હિંગોરા અને તાલુકા પંચાયત ના માજી ચેરમેન શ્રી જાફરભાઈ હિંગોરા એ હરેશભાઈ ઠક્કર સાથે અંધજન મંડળ સંચાલિત કે.સી.આર..સી આંખ ની હોસ્પિટલ ભુજ ના સમગ્ર સ્ટાફ નો ગામ વતી થી આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!