GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામ ખાતે ગુજરાત સરકાર અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

મીડિયાકર્મીઓના સી.બી.સી., સુગર, કૉલેસ્ટ્રોલ, પ્રોટીનના બ્લડ ટેસ્ટ, ઈ.સી.જી., એક્સ-રે સહિતના રિપોર્ટ કરાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ , તા-૦૯ ડિસેમ્બર : ગુજરાત સરકાર અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે આજરોજ ગાંધીધામના રેડ ક્રોસ ભવન ખાતે મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દર્શનમાં રાજ્યભરમાં પત્રકાર ઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ રેડ ક્રોસ ભવન ગાંધીધામ ખાતેના હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકાર ઓએ ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ઇસીજી, સુગર, કોલેસ્ટ્રોલ, પ્રોટીન સહિતના વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતાં.ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં જિલ્લા કલેક્ટર અને કચ્છ રેડ ક્રોસના પ્રેસિડેન્ટ આનંદ પટેલ, રેડ ક્રોસ‌ શાખા કચ્છના ચેરમેન ધવલભાઈ આચાર્ય, રેડ ક્રોસના ટ્રેઝરર સંજયભાઈ ઉપાધ્યાય તેમજ સેક્રેટરી મિરા સાવલીયાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો.‌આ પ્રસંગે ગુજરાતની ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પૂર્વ ચેરમેન ભાવેશભાઈ આચાર્ય, રેડ ક્રોસ ગાંધીધામના કો-ઓર્ડિનેટર પ્રીતમભાઈ, માહિતી કચેરી ભુજના સીનિયર સબ એડિટર ગૌતમ પરમાર, માહિતી કચેરીના સહાયક અધિક્ષક એસ.આઈ.કેવલ, તબીબ ટીમમાં સર્વેશ્રી જયંતિભાઇ, હર્ષિલભાઇ, જીતુભાઈ સુખડીયા, ઈસીજી ટેક્નિશીયનશ્રી સુરેશ ચાવડા સહિત કચ્છના પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના તંત્રી ઓ, પ્રતિનિધિઓ, કેમેરામેન, વીડિયોગ્રાફર ઓ અને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છનો સ્ટાફ તેમજ રેડ ક્રોસ ગાંધીધામનો સ્ટાફ જોડાયો હતો.

Back to top button
error: Content is protected !!