નરેશપરમાર.કરજણ-
કરજણ તાલુકા કેળવણી મંડળની સાધારણ સભા યોજાઈ
કરજણ તાલુકા કેળવણી મંડળના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈ
કરજણ તાલુકામાં આવેલી મોટામાં મોટી શૈક્ષણિક સંસ્થા એટલે કરજણ તાલુકા કેળવણી મંડળ તાલુકા કેળવણી મંડળની વાર્ષિક સાધારણ સભામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી. જેમાં પ્રમુખ ઉપપ્રમુખ માનદ મંત્રી સડમંત્રી ખજાનચીની નિમણૂક કરવામાં આવી છે. મંડળની – વાર્ષિક સભા શાડ એન. બી સાર્વજનિક ડાઈસ્કુલના મંડળની ઓફિસમાં યોજાઈ હતી. જેમાં 5 વર્ષ માટે મંડળના નવા હોદ્દેદારોની વરણી સર્વાનુંમતે કરાઈ હતી. પ્રમુખ તરીકે પ્રવિણસિંહ અટાલીયા, (2) પ્રમુખ તરીકે સુરેન્દ્રસિંડ ચાવડા, ઉપપ્રમુખ તરીકે ચંદ્રકાંતભાઈ પટેલ, માનદ મંત્રી તરીકે જગદેવસિંહ પરિહાર, સહમંત્રી તરીકે ડો. મયુરધ્વજસિંહ ચાવડા, સહમંત્રી તરીકે સંજયસિંહ અટાલીયા ખજાનચી તરીકે સંદીપભાઈ પટેલની સર્વનું મતે વરણી કરવામાં આવી છે.