GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના સુરેલી ગામની કિશોરી ભુલથી મચ્છર મારવાની દવા પી જતા સારવાર દરમિયાન મોત.

તારીખ ૨૦/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના સુરેલી ગામે ડુંગરી ફળિયામાં રહેતા જશવંતભાઈ મનુભાઈ સોલંકી દ્વારા વેજલપુર પોલીસ મથકે નોંધાવેલ વિગત મુજબ તેઓની 16 વર્ષીય પુત્રી ભાવિકાબેન સોલંકી ની ખાંસી ની દવા ચાલતી હતી ગત રવિવારના રાત્રિના નવ કલાકે ભાવિકાબેને ભૂલથી ખાંસીની દવાને બદલે મચ્છર મારવાની દવા પી જતા 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન તેઓનું મરણ થતાં તેઓના પિતા દ્વારા વેજલપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે બીએનએસ કલમ 194 મુજબ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે






