સંતાન પ્રાપ્તિના સપના સાકાર કરવાની સુવર્ણ તક. કાલોલ મધવાસ જય નારાયણ હોસ્પિટલ ખાતે સંતાન પ્રાપ્તિ નિદાન કેમ્પનું આયોજન.

તારીખ ૨૩/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મધવાસ ગામમાં જય નારાયણ હોસ્પિટલના ડૉ. સુનીલ પરમાર ના સહયોગથી એક વિશેષ સંતાન પ્રાપ્તિ નિદાન કેમ્પનું આયોજન મધવાસ જય નારાયણ હોસ્પિટલ ખાતે તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ રવિવાર સમય સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે.આ કેમ્પમાં અમદાવાદના પ્રખ્યાત આયુ:ફર્ટિલિટી સેન્ટરના ડૉ. કૃપા શાહ અને તેમની અનુભવી ટીમ દ્વારા નિઃશુલ્ક નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે. તેમ જ પુરુષ અને મહિલા બંને માટે ફર્ટિલિટી ચેકઅપ સેમિનાર અને ઓનલાઇન કન્સલ્ટેશનની સુવિધા હોર્મોન લેવલ, સ્પર્મ કાઉન્ટ, ઓવ્યુલેશન ટેસ્ટ આધુનિક ટેકનોલોજી અને I.v.f સારવારની માહિતી આપવામાં આવશે જ્યાં સંતાન પ્રાપ્તિ માટેના આધુનિક અને વૈકલ્પિક ઉપાયો વિશે અમદાવાદ આયુ:ફર્ટિલિટી સેન્ટરના ડૉ. કૃપા શાહ કહે છે કે અમારો ઉદ્દેશ છે કે દરેક દંપતીને સંતાન પ્રાપ્તિની તક મળે. આ કેમ્પમાં અમે સસ્તી અને અસરકારક સારવારની માહિતી આપીશું. કોઈ પણ પ્રશ્ન હોય પૂછો, અમે તમારી સાથે છીએ! વર્ષથી સંતાન માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આ કેમ્પ આપણા જેવા લોકો માટે આશાનું કિરણ છે.સ્થાનિક લોકો માટે આ એક મોટી તક છે અંતે સંતાન પ્રાપ્તિના સપના સાકાર કરવા માટે નિઃશુલ્ક માર્ગદર્શન અને નિદાન મેળવવા રજીસ્ટ્રેશન માટે ફોન 94260 28483/75750 28483 નંબર ઉપર સંપર્ક કરવા પણ જણાવાયું છે.






