સંતરામપુર તાલુકાના સાતકુંડા ગામે ગ્રામસભા યોજાઈ
સંતરામપુર તાલુકાના સાતકુડા ગ્રામ પંચાયત વિસ્તાર ની ઓરા પ્રાથમિક શાળા ખાતે સંતરામપુર મામલતદાર ને તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્થિતિ માં રાત્રી ગ્રામસભા યોજાયેલ હતી.
રિપોર્ટર…અમીન કોઠારી :- મહીસાગર
આ ગ્રામસભામાં મધ્યગુજરાત વીજ કંપની સંતરામપુર નાં.ઈજનેર.એસ.ટીડેપો સંતરામપુર.આઈ.સી.ડી.એસ.શાખા.પીએમ એ.વાય.આરોગય વિભાગ.એસ.બી.એમ.વિભાગ ના જવાબદાર કમૅચારી ઓ.અધિકારીઓ. ઉપસ્થિતિ રહેલ હતાં.
આ રાત્રી સભામાં ઉપસ્થિત જેતે વિભાગના અધિકારીઓ દ્વારા સરકાર ની વિવિધ યોજનાઓ વીશે ની સંપૂર્ણ માહિતી ને જાણકારી આપેલ હતી.
આ રાત્રી સભામાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા રસ્તાના.વિજળીના.સામાજીક
પ્રશ્રનો જેવા વિવિધ પ્રશ્ર્નો ની રજૂઆત કરાયેલ જે સંદર્ભે માં જે તે વિભાગ ને તેનુ નિરાકરણ લાવવા જણાવાયેલ હતું.
આ રાત્રી સભામાં માં સરપંચ ગ્રામપંચાયત નાં સભ્યો.વડીલો.ગગ્રામજનો. તલાટી કિશોરસિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા.