જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરના ઓપન એયર થિયેટર માં જન્માષ્ટમી પર્વ નિમિત્તે જગતપાલક ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો
૧૩ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રીકૃષ્ણજન્માષ્ટમી ઉત્સવ ભારત દેશમાં ધાર્મિક તહેવારોનો વિશેષ મહત્વ છે. આવો જ એક મોટો તહેવાર છે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિનને ઉજ્વવામાં આવતો આ તહેવાર ભારતના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે ત્યારે તા. ૧૩/૮/૨૦૨૫ ના રોજ જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરના ઓપન એયર થિયેટર માં જન્માષ્ટમી પર્વ નિમિત્તે જગતપાલક ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતી પર્વની ઉજવણી હર્ષઉલ્લાસ અને શ્રદ્ધાભેરકરવામાં આવી હતી આ પ્રસંગેઆરતી,પસાદ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓભાઈઓ,બહેનોની ટીમ દ્વારા મટકી ફોડવામાં આવી. સાંસ્કૃતિક કાર્યક્રમ મા ગીત,ભજન, રાસ-ગરબા તથા સોલો ડાન્સ વગેરે માં મોટી સ ંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉમળકા ભેર ભાગલઈવાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. અનેકાર્યક્રમને સફળ બનાવાયો હતો. “ ગોવિંદા આલારે આલા, મધુવન મેં જો કનૈયા કિસી ગોપી સે મિલે.. રાધા કૈસેના જલે.. રાધા કેસે ન જલે… ગીત,નારા સાથે કોલેજનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.રાધાબેન પટેલે જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. ડૉ.ઋષિકેશ રાવલ સાહેબે શ્રી કૃષ્ણ અંગે સુંદર પરિચય આપ્યો હતો.કોલેજ પરિવારના સહયોગથી જન્માષ્ટમી પર્વની ઉજવણી ભક્તિભાવ પૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની કુ.આસ્થા એ સુંદર રીતે કર્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમના કન્વીનર ડો.કલ્પનાબેન ગાંવિત તેમજ ડૉ. ભારતીબેન રાવત દ્વારા આ કાર્યક્રમનુંસુંદર આયોજન કરવામાં આવ્યું હતું