રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
✨ મુંદરામાં હસનશા પીરના ત્રણ દિવસીય મેળાની ભવ્ય ઉજવણી ✨
મુંદરા: મુંદરાની પ્રસિદ્ધ હસનશા પીરની દરગાહ ખાતે ત્રણ દિવસીય મેળો ભવ્ય રીતે યોજાયો હતો. આ મેળામાં કચ્છ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ તેમજ મુંબઈમાં વસતા ખોજા ઇસમાઈલી સમુદાયના ભાઈઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
પ્રથમ દિવસે પરંપરાગત રીતે નિશાન (ધજા) તથા ચાદરપોશીનો કાર્યક્રમ યોજાયો હતો. મેળા દરમિયાન પાંચ દિવસ સુધી સતત નોબત વાગવાની સેવા લંગા સુલેમાન જુમા પરિવારના સકીલ જુમાણી પરિવાર દ્વારા નિભાવવામાં આવી રહી છે, જે સમાજ માટે ગૌરવની બાબત છે.
છેલ્લા દિવસે ભવ્ય “સંદલ” (શોભાયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના મુખી સાહેબ, કામડિયા સાહેબ તેમજ અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
સમાજના યુવા અગ્રણી ઇમરાન અવાડિયાએ જણાવ્યું કે આવા મેળાઓ સમાજને એકતા અને ભાઈચારાની પ્રેરણા આપે છે. તેમજ નવી પેઢી માટે સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાવાનો શુભ અવસર બને છે.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)