કાલોલના મુસ્લિમો દ્વારા હજરત ઇમામ હુસેન તેમજ તેમના ૭૨ સાથીઓની યાદમાં મોહર્રમ પર્વની ભવ્ય ઉજવણી.
તારીખ ૧૭/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ઇસ્લામ ધર્મના સ્થાપક પયગંબરે ઇસ્લામ હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર ઈમામ હુસૈનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મોહરમ ની ઉજવણી કરે છે. મહોરમ મહિનાનો દસમો દિવસ સૌથી વિશેષ માનવામાં આવે છે.ઈતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે મોહરમ મહિનાની ૧૦ તારીખે પયગંબરે ઇસ્લામ હઝરત મોહમ્મદના સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. તેમને ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને આ યુદ્ધમાં તેમની સાથે તેમના ૭૨ સાથીઓ પણ શહીદ થયા હતા.જ્યારે આ યુદ્ધ સ્ત્ય અને અસત્ય માટેનું હતું.જ્યારે દર વર્ષે મુસ્લિમ બિરાદરો ઈમામ હુસૈન ની યાદમાં મોહરમની ઉજવણી કરે છે જેને લઇ આજે દર વર્ષની જેમ પરમ્પરાગત રીતે કાલોલ શહેરમાં પણ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નગરના જુમ્મા મસ્જીદ નુરાની ચોક ખાતેથી સાંજના છ વાગ્યાની આસપાસ તાજીયાનું ભવ્ય ઝુલુસ નીકળ્યુ હતું અને નગરના મુખ્ય માર્ગો પર ફરી પોલીસ સ્ટેશન થઇ મામલતદાર કચેરી પાસે આવી પહોંચ્યાં હતાં જ્યાં એકી સાથે અંદાજીત બારથી પંદર કલાત્મક તાજીયા આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.મોહરમ પર્વની ઉજવણી ને લઇ નગર ખાતે સીનીયર પીએસઆઇ સી.બી.બરડા દ્વારા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.