મુળી ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું.
નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝાના અધ્યક્ષસ્થાને ટેબ્લો, પોલીસ પરેડ રિહર્સલનું નિરીક્ષણ કરાયું.
તા.24/01/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝાના અધ્યક્ષસ્થાને ટેબ્લો, પોલીસ પરેડ રિહર્સલનું નિરીક્ષણ કરાયું.
દેશના ૭૬મા પ્રજાસત્તાક રાજયકક્ષાની ઉજવણી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે યોજાશે જ્યારે સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી મુળી ખાતે યોજાશે જે અન્વયે આજે મુળી ગામના પ્રવેશદ્વાર સામેના ગ્રાઉન્ડ ખાતે રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું હતું જેમાં નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ અને પોલીસ પરેડ રિહર્સલનું નિરીક્ષણ કરાયું હતું આ રિહર્સલમાં ધ્વજવંદન તથા રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું બાદમાં જિલ્લા પોલીસના જવાનો દ્વારા જોમસભર વાતાવરણમાં અનુશાસન બદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી ત્યાર બાદ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો નિદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરએ સમગ્ર કાર્યકમની બેઠક વ્યવસ્થા, આમંત્રિત મહેમાનો તેમજ જાહેર જનતા માટેની વ્યવસ્થાઓ, પાર્કિગ, પીવાના પાણી સહિત આનુસાંગીક વ્યવસ્થાઓની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતાં રીહર્સલમાં આસિસ્ટન્ટ કલેકટર કલ્પેશ શર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. જાલંધરા, નાયબ પોલીસ અધિક્ષક તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.