BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચના ઢાલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં આજે સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો

સમીર પટેલ, ભરૂચ
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચમાં આગ લાગવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે તાજેતરમાં જુના ભરૂચના એક વિસ્તારમાં મકાનમાં આગ ફાટી નીકળી હતી ત્યારે આજે સવારના સમયે ભરૂચના ઢાલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ ફાયર ફાઈટરને કરાતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

 

Back to top button
error: Content is protected !!