કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે સંત શિરોમણી રોહીદાસ મહારાજની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઇ.

તારીખ ૦૧/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે સંત શ્રી રોહીદાસ મહારાજની 649 મી જન્મ જયંતીની ઉજવણીનું આયોજન સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહા પીઠ પંચમહાલ એકમ દ્વારા તથા સફળ ફાઉન્ડેશન મધ્ય ગુજરાતના સહયોગથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ રામાનંદ ના સમર્થ શિષ્ય, મેવાડના મહારાણી મીરાના ગુરુ, સંતોના ગગનમાં ધ્રુવતારક, સામાજિક ક્રાંતિના પથ દર્શક, આધ્યાત્મિક ગુરુ વિશ્વ વંદનીય સંત રોહીદાસ મહારાજને 649 ની જન્મ જયંતી ની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. કાર્યક્રમના શુભારંભ સંત રોહીદાસના સૌથી લોકપ્રિય ભજન પ્રભુજી તુમ ચંદન હમ પાની… દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંત શ્રી રોહીદાસ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને પુષ્પહાર અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પ્રસંગિક ઉદબોદન અનિલભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું તથા માનવંતા મહેમાનોનું પુષ્પગુચ્છ રવિદાસની પુસ્તિકા અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપા મંડળના મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા , ડોક્ટર સુનિલ પરમાર, જીલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી હર્ષભાઈ વ્યાસ, ભાજપ તાલુકા મહામંત્રી નરેન્દ્રસિંહ જાદવ,શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ,નિલેશભાઈ સુથારિયા, વી.ડી.પરમાર, કે.પી.મકવાણા, સરપંચ નિર્મળાબેન, રોહિત સમાજના પરગણાના વિવિધ પ્રમુખો તથા વિશાળ સંખ્યામાં રોહીદાસ વંશીઓ ઉપસ્થિત રહ્યા હતા. તથા સંત શ્રી રોહિદાસના ભજનો મહિલા મંડળની બહેનો દ્વારા રજુ કરાયા હતા. ખૂબ જ આહલાદક વાતાવરણમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ તથા નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા એ પ્રસંગ ને અનુરૂપ ઉદબોદન કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જગદીશભાઈ મધવાસ તથા પુરુષોત્તમભાઈ ભુરખલ કર્યો હતો.આભારવિધિ સુનિલભાઈ મકવાણાએ કરી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સફળ ફાઉન્ડેશનના સુનિલભાઈ મકવાણા, મયુરભાઈ મકવાણા, રાકેશભાઈ મકવાણા, કંચનભાઈ, કનુભાઈ, પ્રવીણભાઈ, ડોક્ટર સુનિલ પરમાર મહેશભાઈ પરમાર હિતેશભાઈ વગેરે ખૂબ જ ઉઠાવી કાર્યક્રમનો સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતે મહાપ્રસાદી લઈ સૌ છૂટા પડ્યા હતા.








