GUJARATJUNAGADHKESHOD

સ્વયં શિક્ષક દિવસ નિમિત્તે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ – કેશોદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી

સ્વયં શિક્ષક દિવસ નિમિત્તે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ - કેશોદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી

આપણી શાળા,સરકારી શાળા સ્વયં શિક્ષક દિવસ નિમિત્તે સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ – કેશોદ જી.જૂનાગઢ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આચાર્ય , શિક્ષક , ક્લાર્ક અને પટ્ટાવાળા સહિત શાળાના તમામ પદ પર એકદિવસીય કામગીરી કરવાની ભૂમિકા ભજવી ને વિદ્યાર્થિનીઓએ ખુબજ આનંદની લાગણીનો અનુભવ કર્યો હતો.આ ઉજવણી પછી શાળા નાં તમામ વિદ્યાર્થિનીને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.અને છેલ્લે એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરેલ હતું જેમાં આજની ઉજવણી અંગે પ્રતિભાવો રજૂ કર્યા હતા તેમજ આજની કામગીરી અંગે કરવામાં આવેલ મૂલ્યાંકનનાં આધારે ધોરણ વાઈઝ શ્રેષ્ઠ શિક્ષકોના નંબર જાહેર કરવામાં આવ્યા હતા.અને છેલ્લે પ્રિ.નવરાત્રી સેલિબ્રેશન કરીને આજના દિવસની કામગીરી પૂર્ણ કરેલ હતી.આ તકે શાળાના આચાર્યશ્રીએ સફળ આયોજન બદલ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા

રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!