GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કણેટીયા સી.આર ગેટ પાસેથી મોટરસાયકલની ચોરી થતા કાલોલ પોલીસ મથકે નોંધાઇ ફરીયાદ
તારીખ ૧૯/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના સાતમણા ગામે રહેતા પ્રવિણસિંહ રતનસિંહ પરમારે પોતાની ફરીયાદ નોંધાવી જણાવેલ કે તેઓ ગત તા ૦૩/૦૭ ના રોજ પોતાના ખેતરમાં ગયા હતા ત્યારે પોતાની હીરો પેશન પ્રો મોટરસાયકલ નર્મદા કેનાલ ની પાળ પર કણેટીયા સીઆર ગેટ નજીક લોક કરી મુકી હતી ખેતરમાંથી પરત આવ્યા બાદ તેઓની મોટરસાયકલ જોવા મળી નહોતી તેઓએ શોધખોળ કરતા મોટરસાયકલ મળી આવેલ નહીં કોઇ ચોર ઈસમ લોક તોડી મોટરસાયકલ ચોરી ગયેલ હોવાનુ જાણતા જેથી કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે રૂ ૨૦,૦૦૦/ ની મોટરસાયકલ ચોરી ની ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.