સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ભવ્ય સ્વચ્છોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
હેલ્થ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ઈ-રિક્ષાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન
તા.24/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
હેલ્થ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ઈ-રિક્ષાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન
સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ‘સ્વચ્છોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકની વિશેષ ઉપસ્થિતિ રહી હતી સ્વચ્છ ગુજરાતના નિર્માણના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં હેલ્થ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ઈ-રિક્ષાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓના સ્વાસ્થ્યની સુખાકારી માટે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરો, નર્સો અને આરોગ્ય વિશેષજ્ઞોની ટીમે ઉત્સાહ પૂર્વક સેવાઓ પૂરી પાડી હતી આ કેમ્પમાં એનીમિયા ટેસ્ટ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને રક્ત પરીક્ષણ જેવી મહત્વની તપાસો હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત, દરેક વ્યક્તિને આરોગ્યલક્ષી માર્ગદર્શન અને સલાહ પણ આપવામાં આવી હતી ‘રક્તદાન એ મહાદાન’ના સંદેશ સાથે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું પર્યાવરણના જતન અને સંવર્ધનના ઉદ્દેશ્ય સાથે, ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બાદમાં ઉપસ્થિત મહાનુભાવોએ લીલીઝંડી આપીને વઢવાણ તાલુકાના વસ્તડી, ખોડુ અને રામપરા ગામ માટે કચરાના કલેક્શન માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.