
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ તા. ૧૭ ફેબ્રુઆરી : અહીંના વાલદાસનગર પ્રગતિ મંડળના પ્રમુખ પ્રફુલસિંહ ગોવુભા જાડેજા ની તાજેતરમાં કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ પદે નિયુક્તિ થતાં વાલદાસ નગરના સમગ્ર નગરજનો, પ્રગતિ મંડળ યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સંસ્થાઓ ઉપરાંત વ્યક્તિગત રીતે પણ તેમનું ફૂલહાર, શાલ, પાઘડી, સન્માનપત્ર , મોમેન્ટો વગેરે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પ્રફુલસિંહ જાડેજાએ વિવિધ ક્ષેત્રે કરેલા કાર્યોની નોંધ લેતા આસપાસના વિસ્તારના લોકો પણ આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રફુલસિંહની સફળતા અને વિકાસમાં જેમનો અદ્રશ્ય સિંહ ફાળો રહ્યો છે તેવા તેમના ધર્મપત્ની પીનાબા જાડેજાનું પણ ખાસ સન્માન મહિલા મંડળ તેમજ આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સહયોગી દાતાઓ જેમાં મહાશિવરાત્રી નિમિત્તે રાખેલ ફરાળી અલ્પાહારના દાતા પરિવાર સ્વ. શ્રી અનિરુદ્ધસિંહ દિલુભા ચુડાસમા (દાજીબાપુ) પરિવારના કૈલાશબા અનિરુધ્ધસિંહ ચુડાસમાનું તેમજ મહાઆરતીના દાતા વાગુભા કરસનજી સોઢાનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રારંભે વૈષ્ણવ જન તો તેને રે કહીએ ભજનથી કાર્યક્રમની શરૂઆત બાદ વડીલો , બહેનો, મહાનુભાવો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ઘનશ્યામસિંહ જાડેજાએ શાબ્દિક આવકાર જ્યારે પ્રસંગ પરિચય દશરથસિંહ ઝાલાએ આપ્યો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં મુન્દ્રા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન યુવરાજસિહ જાડેજાએ પોતાના પ્રતિભાવમાં પ્રફુલસિંહની કામ કરવાની પદ્ધતિ અને નિષ્ઠાને બિરદાવી હતી. ઉપસ્થિત વિવિધ મહાનુભાવોએ પણ પોતાના વિચારો વ્યક્ત કરતા પ્રફુલસિંહની સહજતા તેમજ કામ કરવાની આગવી પદ્ધતિની નોંધ લઈ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ તેમને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી આપી તેને આવકારી હતી. છેલ્લા 20 વર્ષથી કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ પદો પર રહીને તેમણે કરેલા અનેક લોકોપયોગી કાર્યોની પણ લોકોએ પ્રશંસા કરી તેમને સન્માન્યા હતા. આ તકે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભાના મહામંત્રી પ્રફુલાબા જાડેજાએ તેમજ મહિલા મંડળના મંત્રી ભાનુબેન ગોસ્વામીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા પ્રફુલસિંહ તેમજ તેમના ધર્મપત્ની પીનાબાને ઉતરોતર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાના સન્માનનો પ્રતિભાવ આપતા પ્રફુલસિંહ જાડેજાએ તમામ નગરજનોને ખાત્રી આપતા જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને ગમે તે કામ હશે ત્યારે દિવસ – રાત જોયા વગર કામ કરીશ અને પહેરાવેલી પાઘડીને ક્યારે પણ ડાઘ લાગવા નહીં દઉં. પોતાની છેલ્લા ૨૦ વર્ષની ભારતીય જનતા પાર્ટીની સફર ની વાત કરતા પાર્ટી દ્વારા તેમને નવી જવાબદારી બદલ પાર્ટીના નેતાઓનો આભાર માન્યો હતો. ભાવુક થઈને તેમણે સૌ આયોજક મિત્રોનો તેમજ સન્માન કરનાર સૌનો આભાર માન્યો હતો. આ પ્રસંગે શક્તિધામ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ સિદ્ધરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, અગ્રણીઓ ચતુરસિંહ જાડેજા, રઘુભા જાડેજા, ઉદયસિંહ જાડેજા, ચતુરસિંહ સોઢા, પ્રતાપભાઈ રૂપારેલ, હનુભા સોઢા, મૂળરાજસિંહ ચુડાસમા લગધીરસિંહ જાડેજા, સિનિયર સિટીજન મંડળ મહાવીર નગરના પ્રમુખ ભાણજીભા .જાડેજા, નિવૃત્ત મામલતદાર અને પિથોરાપીર મંદિરના ટ્રસ્ટી પીરદાનસિંહ સોઢા, શિક્ષક સંઘના હરિસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ઉર્મિલાબા ચુડાસમા, જયાબા ઝાલા વિગેરે મહાનુભાવો મંચસ્થ રહ્યા હતા.મહાવીરનગર તથા જયનગર મિત્રમંડળના મિત્રો પણ ઉપસ્થિત રહી સન્માન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે વાલદાસનગર પ્રગતિ મંડળના ઉપપ્રમુખ રવિરાજસિંહ ચુડાસમા, હિતેશભાઈ કતીરા ,નયનસિંહ જાડેજા પ્રવીણભાઈ ભદ્રા રોહિતસિંહ જાડેજા, હકુભા પરમાર, હરદેવસિંહ જાડેજા રણજીતસિંહ ઝાલા, રાજેન્દ્ર સિંહ રાણા, દશરથસિંહ ઝાલા, યુવક મંડળના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, અભિજીતસિંહ ચુડાસમા, નવલસિંહ જાડેજા, કુલદીપસિંહ સોલંકી, ભરતસિંહ જાડેજા, નિતીન સિંધલ ,યુગ બારોટ , ચિરાગ જોશી , નવીન સોની,મહિલા મંડળ ના પ્રમુખ ક્રિષ્નાબા જાડેજા, મિનાબા ગોહિલ કૈલાશબા ચુડાસમા, ભાનુબેન ગોસ્વામી તેમજ અન્ય બહેનોએ અને નગરના અનેક મિત્રો એ આ સમારોહને સફળ બનાવવા સહયોગી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું આયોજન તેમજ સંચાલન મંત્રી મુકેશભાઈ ભટ્ટે કરેલ જ્યારે આભારવિધિ પ્રવીણ ભદ્રાએ કરી હતી..સમારંભ બાદ ફરાળી અલ્પાહાર તેમજ સિદ્ધેશ્વર મહાદેવ ની મહાઆરતી યોજવામાં આવી હતી.






