કાલોલ ખાતે સુરત મોટી ગાદીના ધર્મગુરુઓની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય જલાલી રીફાઇ કાર્યક્રમનું આયોજન કરાયું.
તારીખ ૨૧/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત નુરાની ચોક જુમ્મા મસ્જિદના પ્રાંગણમાં સુરત શહેરમાં આવેલી એશિયા ખંડની ખાનકાહ એ રિફાઈ મોટી ગાદીના ગાદીપતિ હજરત સૈયદ અલાઉદ્દીન હશન અલી શાહ(ઉર્ફે રિફાઈ સાહેબ) ની સજ્જાદગીમા કાલોલ શહેરમાં તેઓનાં પ્રમુખસ્થાને પેગંબર સાહેબના જશ્ને ઈદે મિલાદુન્નબી અને ઉર્સે હઝરત સૈયદ ઈમામ હસન અલય્હિસલામ સાથે યાદે હઝરત સૈયદ સલીમુલ્લાહશાહ રીફાઇના અવશરે કાલોલ ખાતે રીફાઇ કમેટી અને લંગરે સરકાર સલીમુલ્લાસ શાહ રીફાઈ ગ્રુપ દ્વારા રાતીબે રીફાઇ નાં જલ્શા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાતીબે રિફાઈ નો જલાલી આ કાર્યક્રમમાં સુરત શહેરની ખાનકાહ એ કલા એશિયા ખંડની મોટી ગાદીના સદર હજરત સૈયદ લતીફુદિનશાહ રિફાઈ સાથે હજરત પીરઝાદા સૈયદ ગૌસુદ્દીન રિફાઈ અને શહેઝાદએ સૈયદ સલીમુલ્લાહશાહ રીફાઈ હઝરત સૈયદ વઝીહુદ્દીન રીફાઈ ની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ જલાલી રિફાઈ કાર્યક્રમમાં સજ્જાદા નશિન પુત્રો પીરઝાદા સૈયદ કબીરૂદ્દિન રિફાઈ તેમજ હજરત સાહેબના પુત્રો પીરઝાદા સૈયદ અમીનુદ્દિન રિફાઈ અને પીરઝાદા સૈયદ હશનૈનબાબા રીફાઈ સાહેબનાં આગમનથી મુરીદો (શિષ્યો) માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.રાતીબે રિફાઈના આ જલાલી જલ્સામા અલ્લાહ ની હમ્દ નાત શરીફ મનકબત તથા જલાલી રફાઈ કરતબો બતાવી જલ્સામા હાજર લોકો મગ્નમુધ થયા હતા. અંતે વરસતા વરસાદમાં સલાતોસલામ પછી દુવા માગી કાર્યક્રમનું મોડીરાત્રે સમાપન થયું હતું. કાલોલ નુરાની ચોક જુમ્મા મસ્જિદ ખાતે લંગરે સરકાર સલીમુલ્લાહશાહ રીફાઇ અને રીફાઇ કમેટી ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા મોટી સંખ્યામાં ૪૦ થી વધુ મહારાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ગામોના રીફાઇ જુમરા સાથે અનુયાયીઓ (મુરીદો) ઉપસ્થિત રહ્યા હતા.