કાલોલ મારવાડી સમાજ દ્વારા આયોજીત રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો ઉપર નિકળી.

તારીખ ૩૦/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત ઇન્દિરા નગર રામદેવપીરના મંદિર ખાતેથી મારવાડી સમાજ દ્વારા આયોજિત રામદેવપીરની શોભાયાત્રા કાઢવામાં આવી હતી રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા કાલોલ શહેરના વિવિધ જાહેર માર્ગો પર ફરી હતી જેમાં પંચમહાલના મારવાડી સમાજના અને રામદેવપીરના ભાવિ ભક્તો ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા જ્યાં મારવાડી સમાજના ભાઈઓ બહેનો અને બાળકો નૃત્ય સાથે આ શોભાયાત્રા માં જોડાયા હતા દર વર્ષની જેમ મારવાડી સમાજ દ્વારા ભજન કીર્તન નો પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મારવાડી સમાજના અગ્રણી આગેવાનોમાં ટકાજી મારવાડી, શાંતિલાલ મારવાડી,રૂપાજી મારવાડી,જુઠાજી મારવાડી, મોતીજી મારવાડી,સૂર્યાજી મારવાડી બુશિયાભાઈ મારવાડી, પ્રતાપભાઈ મારવાડી,ભરતભાઈ મારવાડી સાથે સમાજના મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ શોભાયાત્રા કાલોલ નગરમાં મુખ્ય માર્ગો પર ફરી હતી ડીજે ના તાલે બહેનો દ્વારા રાસ ગરબા પણ યોજાયા હતા જેનાથી સમગ્ર નગરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું.આ શોભાયાત્રા નગરપાલિકા પાસે આવી પહોંચતાં શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત પાલિકા પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને પક્ષના નેતા હરિકૃષ્ણભાઇ પટેલ તથા મહેશભાઈ રાણા દ્વારા ફૂલહાર થી સ્વાગત કરી આ શોભાયાત્રામાં જોડાયા હતા.







