GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે નવસારી ખાતે ભવ્ય ‘રન ફોર યુનિટી’નું આયોજન કરાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકો મળી અંદાજિત ૬૩૦ જેટલા નાગરીકો સહભાગી થયાં*

*રાષ્ટ્રીય એકતા અને અખંડિતાને કાયમ રાખવા માટેના શપથ ગ્રહણ કરાયા*

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી જિલ્લામાં  જિલ્લા વહીવટી તંત્ર તથા નવસારી મહાનગરપાલિકા દ્વારા સર્કિટ હાઉસથી ઇટાળવા ત્રણ રસ્તા સુધી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સર્કિટ હાઉસ થી શરૂ કરી ઇટાળવા સર્કલ સુધીની રન ફોર યુનિટીને ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

રન ફોર યુનિટી-૨૦૨૫ રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીમાં  વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને બાળકો મળી અંદાજિત ૬૩૦ જેટલા નાગરીકો સહભાગી થયાં હતા. જેમાં ૧૦૦ જેટલા રમતવીરો,  ૧૦૦ યોગબોર્ડ સભ્યો, ૫૦ પોલીસ જવાનો, ૧૦૦ હોમગાર્ડ, ૧૫૦ મહાનગરપાલિકા, ૫૦ એન.જી.ઓ અને ૮૦ જેટલાં નગર પાલિકા શિક્ષણ સમિતિના સભ્યો મળી કુલ -૬૩૦ નાગરિકો સહભાગી થયાં હતા. દોળ શરૂ કરતા પહેલા ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતાને કાયમ રાખવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.

Back to top button
error: Content is protected !!