GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ માં સાંસદ રાજપાલસિંહ જાદવ ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ,નગર દેશભક્તિના રંગે રંગાયું.

 

તારીખ ૧૪/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

૧૫મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ. જે રાષ્ટ્રીય પર્વ છે.અને ઝંડા ઊંચા રહે હમારા દેશ ભક્તિ ગીત એ તિરંગા ની આન બાન અને શાન છે જે સદાય લહેરાતો રહે લોકો માં દેશભાવના જાગૃત થાય તિરંગા નું સન્માન થાય તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા કેટલાક વર્ષોથી હર ઘર તિરંગા નું આયોજન કરે છે તે જ રીતે આ વર્ષે પણ આજે તારીખ ૧૪ ઓગસ્ટના સવારે આંઠ કલાકે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ શાંતિનીકેતન શિક્ષણ સંકુલ શામળદેવી રોડ ખાતેથી શરૂ થઈ વલ્લભદ્રાર અને મહાલક્ષ્મી ચોકથી નગરપાલિકા થઈને ભાથીજી મંદિર થઇ તાલુકા પંચાયત પાસેના તીરંગા સર્કલ ખાતે પોંહચી ત્યાંથી પરત મેન હાઇવે ઉપરથી પસાર થઈ શાળા સ્કૂલ ખાતે તીરંગા યાત્રા પૂરી કરવામાં આવી હતી.આ બાબતે વાત કરીએ તો કાલોલ વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિને અનુરૂપ વિવિધ વેશભૂષા સાથે શહેરની જુદી જુદી સરકારી અંગે ખાનગી શાળા ના વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રામાં તીરંગા સર્કલ ખાતે પોંહચી જ્યાં રાષ્ટ્રીય ગાન બાદ ફોટો સેશન યોજાયો હતો ત્યારબાદ મેન હાઇવેથી શાળા સંકુલ શામળદેવી રોડ પરત ફરી હતી જ્યાં તિરંગા યાત્રા નાં રૂટ માં ઠેર ઠેર લોકો એ આ તિરંગા યાત્રા નું સન્માન કર્યું હતું.તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ અને દેશદાઝ ધરાવતા યુવાનો દ્વારા આઝાદી અમર રહો નાં ગગનભેદી સૂત્રોચાર થઈ રહ્યા હતા આ તિરંગા યાત્રા માં પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે યાત્રા યોજાઇ હતી જેમાં કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, સ્ટેમ્પ ડયુટી નાયબ કલેકટર ફાલ્ગુન પંચાલ, કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર, કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી.ભરવાડ,કાલોલ તાલુકા વિકાસ અધિકારી સંજયકુમાર ચૌહાણ,કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.મિનેશ દોશી, કાલોલ નગરપાલિકા ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ તથા પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ડૉ.યોગેશકુમાર પડ્યા કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, એપીએમસીના ચેરમેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ,કાલોલ શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઇ દરજી, તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન ઠાકોર સહિત મામલતદાર કચેરી તાલુકા પંચાયત,નગરપાલિકા સ્ટાફ સહિત આઇસીડીએસ વિભાગ નો સ્ટાફ અને આંગણવાડી કાર્યકર કર્મચારીઓ સહિત ભાજપના અગ્રણી આગેવાનો સાથે મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.સમગ્ર રૂટ મા કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી. ભરવાડ હાજર રહ્યા હતા અને પોલીસ સ્ટાફ દ્વારા સુચારૂ ટ્રાફીક વ્યવસ્થા ગોઠવી હતી.

Back to top button
error: Content is protected !!