અધગામ ખાતે શ્રીસધી માતાજી નો યજ્ઞ તથા રમેલનું ભવ્ય આયોજન કરાયું હતું.
અધગામ ખાતે શ્રીસધી માતાજી નો યજ્ઞ તથા રમેલનું ભવ્ય આયોજન કરાયું હતું.

અધગામ ખાતે શ્રીસધી માતાજી નો યજ્ઞ તથા રમેલનું ભવ્ય આયોજન કરાયું હતું.
ઓગડ તાલુકાના અધગામના અને મહેસાણા ખાતે રહેતા પ્રજાપતિ છગનભાઈ વિરમભાઈ પરિવાર દ્વારા માદરે વતન અધગામની પવિત્ર ભૂમિમાં શ્રી સધી માતાજીનો યજ્ઞ અને રાત્રે રમેલ તા. ૨૫/૦૪/૨૦૨૬ ના યોજાયેલ.
શનિવાર ના રોજ સવારે છગનભાઈ પ્રજાપતિ પરિવારના યજમાન પદે શાસ્ત્રીજી બાબુભાઈ દવેના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયો હતો.આ અવસરે દેવદરબાર જાગીર મઠના મહંતશ્રી ૧૦૦૮ બળદેવનાથ બાપુ,સંતશ્રી નરેન્દ્ર બાપુ શ્રીનાથ,સંતશ્રી સોહમરામ બાપુ રાજપુર,વિદ્વાન બારોટ દિનેશભાઈએ આશીર્વાદ આપ્યા હતા.શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ,મંત્રી વાલાભાઈ રાજપુર,ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદવિભાગ કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ થરા સહીત પધારનાર સંતો મહંતો તથા મહેમાનોને અણદાભાઈ વિરમભાઈ, મહાદેવભાઈ,જયંતીભાઈ, વનરાજભાઈ એ કંકુ તિલક કરી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.શ્રી વઢીયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના પ્રમુખ બચુભાઈ વકીલ,પૂર્વપ્રમુખ દશરથભાઈ ધુળાભાઈ, નિમેષભાઈ ઓઝા,પાંચાભાઈ દેસાઈ,જેરામભાઈ પ્રજાપતિ મહેસાણા,એસ.આર.પી.એફ.અમદાવાદ શહેર મેટ્રો રેલ સુરક્ષામાં સેવા આપતા શૈલેષભાઈ પ્રજાપતિ સહીત વિશાળ સંખ્યામાં સગા સ્નેહીજનો હાજર રહેલ.ત્યારે પ્રાસંગિક પ્રવચન કરતા દિનેશભાઈ બારોટે પ્રજાપતિ કુંભાર સમાજની વિસ્તૃત માહિતી આપી હતી.રાત્રે ભોજન પ્રસાદ લઈ ભુવાજી તેજાભાઈ પ્રજાપતિ,ભુવાજી છગનભાઈ પ્રજાપતિ સહીત દરેક ભુવાજીઓએ રમેલની રમઝટ બોલાવેલ સવારે શુભ ચોઘડિયે સૂર્યદેવની સાક્ષી એ દેવી દેવતાઓને તેલ ફૂલ ચડાવેલ.દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છુટા પડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530






