દીઓદર તાલુકા રવેલ ના સુરત ખાતે રહેતા દાનવીર દાતા દ્વારા સાડા પાંચ લાખનું અનુદાન અર્પણ કર્યું..
શિક્ષણ ભવન વસ્ત્રાલ અમદાવાદ ખાતે નિર્માણ પામેલ કન્યા છાત્રાલય મા એક રૂમ માટે ૫,૫૧,૦૦૦/- રૂપિયાના માતબર દાનની જાહેરાત કરી

દીઓદર તાલુકા રવેલ ના સુરત ખાતે રહેતા દાનવીર દાતા દ્વારા સાડા પાંચ લાખનું અનુદાન અર્પણ કર્યું..
શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના દાનવીર દાતા કહી શકાય તેવા અને દિયોદર તાલુકાના રવેલ ગામના વતની ધંધાર્થે વર્ષોથી સુરત ખાતે સ્થાઈ થયેલ ક્ષેત્રપાળ ખમણવાળાના નામે ઓળખાતા પ્રજાપતિ ભીમજીભાઈ ગગાભાઈ અને તેમનો પરિવાર દાન આપવાની પાછી પાની કરતા નથી. આવા દાનવીર દાતાને ત્યાં શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા ના અઘ્યક્ષ ઉપેન્દ્રભાઈ (વિષ્ણુભાઈ) ડી.પ્રજાપતિ,સહ મંત્રી કનુભાઈ મારૂ,પ્રદેશ ઉપાધ્યક્ષ બીજેપી, અધ્યક્ષ- પ્રવાસ સમિતી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના રસિકભાઈ પ્રજાપતિ,શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ શહેર સમિતિ વડોદરાના પ્રમુખ હિતેષભાઈ પ્રજાપતિને શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સંચાલિત શિક્ષણ ભવન વસ્ત્રાલ અમદાવાદ ખાતે નિર્માણ પામેલ કન્યા છાત્રાલય મા એક રૂમ માટે ૫,૫૧,૦૦૦/- રૂપિયાના માતબર દાનની જાહેરાત કરી સમાજ સેવા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબંદ્ધતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. સંઘના હોદ્દેદારોએ દાનવીર દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. અગ્રણીઓ જણાવ્યું હતું કે પ્રજાપતિ સમાજના દાનવીર ભામાશાઓ તેમજ દાતાઓના સહયોગથી પ્રજાપતિ સમાજના વિકાસના કાર્યોને વધુ વેગ મળશે અને ભાવી પેઢી માટે ઉત્તમ શૈક્ષણિક માળખું ઉભું થશે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530






