
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના મોટા કરાળા ગામે ભારે વરસાદને કારણે તળાવ કાંઠે રહેતા 21 શ્રમજીવી પરિવારજનો જોખમમાં મુકાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શિનોર પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું.
સેગવા ઓપીના જમાદાર ભરતભાઈ, કોન્સ્ટેબલ રાહુલ તેમજ જીઆરડી અને ટીઆરબીના જવાનોએ સંયુક્ત કામગીરી કરીને તમામ 21 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
રેસ્ક્યુ કરાયેલા તમામ પરિવારજનોને મોટા કરાળા ગામની પ્રાથમિક શાળામાં સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા, જ્યાં તેમના રહેવા અને જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
દરમિયાન એક ગર્ભવતી મહિલાની તબિયત બગડતાં તેમને તાત્કાલિક મોટા ફોફડિયા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સમયસર હાથ ધરાયેલી કામગીરીના કારણે સંભવિત જાનહાનિ ટળી હતી. હાલ પણ શિનોર પોલીસ અને સ્થાનિક તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી કરી રહ્યું છે.



