તલોદમાં એસ.ટી. વિભાગમાં ડ્રાઇવર અને કંડકટરની ભરતી પરીક્ષાનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

0
169
વાત્સલ્યમ્ સમાચાર

IMG 20230912 WA0498 IMG 20230912 WA0497

*તલોદમાં એસ.ટી. વિભાગમાં ડ્રાઇવર અને કંડકટરની ભરતી પરીક્ષાનો માર્ગદર્શન સેમિનાર યોજાયો*
************
*એસ. ટી. નિગમના નિવૃત્ત સચિવ શ્રી કે.ડી. દેસાઈએ પરીક્ષાર્થી ઉમેદવારોને આપ્યું પરીક્ષા માર્ગદર્શન*
************
સાબરકાંઠા,અરવલ્લી જિલ્લામાંથી એસ. ટી. વિભાગમાં ડ્રાઇવર અને કંડકટરની નોકરી મેળવવા માંગતા રબારી સમાજના યુવક યુવતીઓને પરીક્ષાલક્ષી સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન આપવા નગરપાલિકા હોલ તલોદ ખાતે સેમીનારનું આયોજન કરવા આવ્યું હતું.

એસ. ટી. નિગમના નિવૃત્ત સચિવ શ્રી કે.ડી. દેસાઈએ પરીક્ષાર્થી ઉમેદવારોને સિલેબસ, પરીક્ષા પદ્ધતિ પ્રમાણે સખત મહેનત કરી ઉતીર્ણ થવા સઘન માર્ગદર્શન આપી સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.સમાજમાંથી આગળ વધી નોકરી મેળવી સમાજને કાયમ ઉપયોગી બની રહેવા શીખ આપી હતી.

આ સેમિનારમાં મોટી સંખ્યામાં એસ. ટી. વિભાગમાં ડ્રાયવર, કંડક્ટરની ભરતી પરીક્ષામાં ભાગ લેનારા યુવકોએ હાજર રહી સચોટ માર્ગદર્શન મેળવ્યું હતું.

આ કાર્યક્મમાં ટ્રસ્ટના પ્રમુખશ્રી લીલાભાઇ એસ. રબારી, ઉપપ્રમુખશ્રી નાગજીભાઈ એચ. રબારી, ટ્રસ્ટીશ્રી મનહરભાઈ દેસાઈ, મંત્રીશ્રી વાસુદેવભાઈ દેસાઈ ટ્રસ્ટના સભ્યશ્રીઓ, અધિક કલેકટર શ્રી જગદીશભાઈ દેસાઈ, એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખશ્રી રામજીભાઈ,સમાજના દાતાશ્રી દિનેશભાઇ દેસાસણ, શ્રી જગમાલભાઈ દેસાઈ સમાજના આગેવાનો,વડીલો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સા. કાં અરવલ્લી રબારી સમાજ વતી શ્રી કે. ડી. દેસાઈની સમાજલક્ષી સેવાઓને બિરદાવી તેઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા ટ્રસ્ટના કામો, ટ્રસ્ટના મકાનના બાંધકામ, આગામી સમજોપયોગી કાર્યક્રમોની માહિતી આપવામાં આપવામાં આવી હતી.

કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી વિરમભાઈ દેસાઈ, જીતપુર દ્વારા આગવી કરવામાં આવ્યું હતું. શ્રી વિરમભાઈ દ્વારા લિખિત અને “આંબલીયારા પરગણા વિકાસ મંડળ” પ્રકાશિત “પરિવાર પરિચય પુસ્તક” ની પ્રત શ્રી કે. ડી. દેસાઈને અર્પણ કરવામાં આવી હતી.

જયંતિ પરમાર સાબરકાંઠા

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here