
તા.૩૧.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
લીમડી -લીમખેડા માર્ગ કચુંબર ગામે આસામ થી ગાંધીનગર લઈ જવાતો રીઢો ગુનેગાર ફરાર થવા જતાં પોલીસનું ફાયરિંગ
લીમડી–લીમખેડા માર્ગે કચુંબર ગામે ઘટના, આરોપીના પગમાં ગોળી વાગી દાહોદ જિલ્લામાં ફરી એકવાર પોલીસ કાર્યવાહીથી ખળભળાટ મચી ગયો છે. આસામથી ગાંધીનગર લઈ જવાતો રીઢો ગુનેગાર પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હોવાની ઘટના લીમડીથી લીમખેડા જતા માર્ગ પર કચુંબર ગામ નજીક સર્જાઈ છે. આ ઘટનામાં આરોપીના પગમાં ગોળી વાગતાં તેને સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર હુમલો, ભાગવાનો પ્રયાસ નિષ્ફળ મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આસામમાંથી રીઢો ગુનેગાર અશોક બિશ્નોઇની ધરપકડ કરી તેને ગાંધીનગર લઈ જઈ રહી હતી. રાજસ્થાનના બાંસવાડા થઈ ઝાલોદના લીમડી વિસ્તારમાં પહોંચતા આરોપીએ અચાનક પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આરોપીએ સીટબેલ્ટ વડે પોલીસ કર્મચારીઓનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે પોલીસે સ્વબચાવમાં કર્યું ફાયરિંગ આરોપી પોલીસ કસ્ટડીમાંથી છટકી ભાગવા લાગતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. આરોપીને ઝડપી પાડવા અને સ્વબચાવ માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું, જેમાં આરોપીના પગના ભાગે ગોળી વાગી હતી. ફાયરિંગ બાદ આરોપીને કાબૂમાં લઈ લેવાયો હતો.બીસ્નોઈ ગેંગ અંગેની અફવાઓ ખોટી ઘટનાના પગલે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચર્ચા અને અફવાઓ ફેલાઈ હતી. શરૂઆતમાં બીસ્નોઈ ગેંગના આરોપી હોવાની વાતો સામે આવી હતી, પરંતુ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આરોપી બીસ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો નથી ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સમગ્ર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે





