GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના પીંગળી ગામની પ્રાથમિક શાળા ની વ્યવસ્થાપન સમિતિ ની રચના કરવામાં આવી.
તારીખ ૦૨/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પીંગળી ગામની પ્રાથમિક શાળા ના દર બે વર્ષે SMC શાળા વ્યવસથાપન સમિતિ ની રચના કરવામાં આવે છે તેમાં આજ રોજ વર્ષ ૨૦૨૫-૨૦૨૭ ની નવીન smc ની કમિટી ની રચના ગ્રામજનો ની ઉપસ્થિતિ વચ્ચે શાળા ના આચાર્ય ના માર્ગદર્શન હેઠળ સર્વાનુમતે શાળા ના આચાર્ય સભ્ય સચિવ વિનોદભાઈ પગી, અઘ્યક્ષ મનહરભાઈ સોલંકી, ગ્રામ પંચાયત સદસ્ય પ્રીતિબેન પરમાર અને શિક્ષણવિદ તરીકે વિજય વણકર ની સર્વાનું મતે વરણી કરવામાં આવી હતી તથા એજન્ડા મુજબ અન્ય સભ્યો મહિલા અને પુરુષો ની પણ વરણી કરાઈ હતી આ તબ્બકે શાળા ના આચાર્ય એ સૌ ને શુભેચ્છાઓ પાઠવી હતી અને સમગ્ર ટીમ શાળા ના બાળકો અને કામગીરી માટે ખુબ હોશ થી મદદ રૂપ બની કાર્યશીલ રહે એવી આશા સાથે મીટિંગ પુર્ણ જાહેર કરવામાં આવી હતી.