વેજલપુર સ્ટેટ બેંકની બાજુના એક મકાનમાં અત્યંત ઝેરી ખડ ચિત્તોડ સાપ દેખા દેતા રેસ્કયુ કરવામાં આવ્યું.

તારીખ ૦૮/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ના વેજલપુર ખાતે આવેલ સ્ટેટ બેંકની બાજુના એક મકાનમાં ગતરોજ રાત્રીના બાર વાગ્યાના સુમારે અત્યંત ઝેરી ખડ ચિત્તોડ સાપ દેખા દેતા મકાનમાં રહેતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જેમાં તાત્કાલિક ધોરણે જીવદયાપ્રેમી તુષારભાઇ પટેલ જાણ કરતા ગણતરીની મિનિટોમાં જ ત્યાં આવી પહોંચ્યા હતા ત્યારે ઉપરોક્ત મકાનમાં ભરાયેલ સાંપ જેને ભારતના અન્ય સાંપો સાથેના સૌથી ઝેરી સાંપ માંથી એક ખડ ચિત્તોડ સાપ તરીકે ઓળખવામાં આવે છે જે ચિત્તોડ સાપ જે હિમોટોક્સિન ઝેર છોડે છે જેથી માણસનું તાળવું ફાટી જાય અથવા પેરાલિસિસ થાય યા તો માણસ મરણ પામે છે તેવુ જીવદયાપ્રેમી તુષારભાઇ પટેલે ખડ ચિત્તોડ સાપ વિશે સાચી સમજ આપી હતી અને તુષારભાઇ પટેલ દ્વારા ઘટના સ્થળ ઉપરથી ખૂબ જ સાવધાની પૂર્વક ખડ ચિત્તોડ સાંપનું રેસ્કયું કરી સુરક્ષિત વન્ય ક્ષેત્રે ખુલ્લા વાતાવરણમાં છોડી દેવામાં આવ્યો હતો.





