ધાંગધ્રાના રાજ સીતાપુર ગામના સ્ટડ ફાર્મના દિલકશ નામના અશ્વે મારવાડી ઘોડા વર્ગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.

તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે અશ્વ શોનું આયોજન વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ત્રિ-દિવસીય અશ્વ પ્રદર્શન અને રમત ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત ભરમાંથી ઘોડે સવારો દ્વારા અશ્વ શોમાં ભાગ લેવામાં આવ્યો હતો ત્રણ દિવસ સુધી અલગ અલગ પ્રકારની હારીફાઇ યોજવામાં આવી હતી અને અશ્વ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા કાઠીયાવાડી હોર્સ બ્રિડ્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાત રાજસ્થાનના આશરે 250 થી વધુ ઘોડાઓનું પરંપરાગત પ્રાણાય સાથે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને માઉન્ટેન પોલીસના સ્ટંટ શ્રેષ્ઠ ઘોડા સ્પર્ધા અને અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાજ સીતાપુર પાસે આવેલા જયેશભાઈ પટેલ દ્વારા રાખવામાં આવેલા ઘોડાનો પ્રથમ ક્રમાંક આવ્યો છે ડીલક્ષ નામના ઘોડાનો મારવાડી ઘોડામાં પ્રથમ ક્રમાંક આવ્યો છે તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાનું નામ રોશન કર્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના ઘોડાઓ આમ તો પ્રખ્યાત છે પરંતુ અલગ અલગ પ્રકારના અશ્વ શોમાં ડીલકસ નામના ઘોડાએ ભાગ લીધેલો છે અને અગાઉ મહારાષ્ટ્રના સારંગ ખેડામાં પણ બેશોમાં વિજેતા બની અને સુરેન્દ્રનગરનું નામ રોશન કર્યું હતું.



